________________
૨૮૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કારણ વિના પ્રતિક્રમણમાં ચોથી થોય કહેવાનો રૂઢિપરંપરાએ ચાલેલો મત ન માનશો અને પૂર્વધર પૂર્વાચાર્યોના મતની શ્રદ્ધા તરીકે તેમના કહ્યા મુજબ ચાલશો તો નિશ્ચથી તમારું કલ્યાણ થશે એમાં કોઈપણ સંશય નથી. લિં વહુધા રથનેન ? (ઘણા પ્રકારે કહેવાની શું જરૂર છે?)
॥ इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयच्छेदनकुठारे निवृत्तिपूजावसरे सिद्धान्तभाषया स्तुतित्रयेण चैत्यवन्दनानिदर्शनः तथा विघ्नोपशमाभ्युदयसाधनीपूजा तथा प्रतिष्ठाद्यवसरे संकेतभाषया चतुर्थस्तुतिसहितास्तुतित्रयेण देववन्दनानिदर्शनो નામ દ્વાલ: પરિચ્છેઃ III
પ્રશ્ન:- ચોથી સ્તુતિ ગીતાર્થ આચરણાએ ક્યાં ક્યાં કહી છે અને શેના શેના કારણે કહેવી તે ગ્રંથોમાં કહી છે?
જવાબ:- શ્રી પ્રવચનસારોદ્ધાર પ્રમુખ અનેક સ્થળે ચોથી સ્તુતિ ગીતાર્થ આચરણાએ કહી છે અને વિજ્ઞોપશાંતિને અર્થે પૂજા ૧ પ્રતિષ્ઠા ર અંજનશલાકા ૩, લઘુશાંતિસ્નાત્રમહોત્સવ ૪ બૃહશાંતિસ્નાત્ર મહોત્સવ ૫, વળી સમ્યક્ત ૧, દેશવિરતિ ૨ તથા સર્વવિરતિ ૩ અંગીકાર કરવા અવસરે દેવસાક્ષી અર્થે ૬ તથા જિનભવનમાં પ્રત્યુનીકે કરેલા ઉપસર્ગ નિવારણને અર્થે ૭ તથા સંઘાદિકના ક્ષુદ્રોપદ્રવના નિવર્તન કરવાને ૮ તથા વળી સંઘાદિકના વિવાદ દૂર કરવાને ૯ ઇત્યાદિ કારણે ચોથી થોય કહેવી પૂર્વાચાર્યોએ જૈન ગ્રંથોમાં કહી છે તે યથોદેશ તથા નિર્દેશ કરી ભવ્ય જીવોને જ્ઞાપન કરવાને કેટલાક જૈન ગ્રંથોના પાઠ લખીએ છીએ. ત્યાં પહેલાં શ્રી તિલકાચાર્યકૃત પડાવશ્યકલgવૃત્તિમાં ચોથી થોય આચરણાએ કહી છે. તે પાઠ :
तारेइ नरं व नारिं वा ॥ एतास्तिस्रः स्तुतयो गणधरकृतत्वानियमेनोच्यते आचरणाच्चान्येऽपि । तद्यथा - उज्जितेत्यादि पाठसिद्धाः । नवरं निसीहियेति संसारकारणनिषेधानषेधिकी मोक्षः दशमोधिकारः ॥छ। तथा चत्तारीत्यादि । एषा सुगमा नवरं