________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૮૩ વગેરે ચાર સ્મરણના બાલાવબોધની ચોપડી મુંબઇમાં ગ્રંથસાગરપ્રેસમાં છપાઈ, તેમાં છ ગાથાઓ અવચૂરિકારની સંખ્યાથી અધિક કોઈ મૂળ પ્રતની પ્રતોમાં પ્રાયે જોવામાં આવતી નથી તોપણ છપાવનારે છપાવી. તે ગાથાઓ જેમ છપાઈ છે તેમ જ લખીએ છીએ :
ववगयकलिकलुसाणं, ववगयनिद्धंरागदोसाणं । ववगयपुणभवाणं नमोत्थुदेहाहिदेवाणं ॥४०॥ सव्वं पसमइ पावं पुण्णं वड्डइ नमसमाणस्स । संपुण्णचंदवयणस्स, कित्तणे अजियसंतिणाहस्स ॥४१॥ जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तिअलुगुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥४२॥ सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥४३॥ उपसर्गाः क्षयं यांति, छिद्यंते विघ्नवल्लयः । मनःप्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे, ध्यायमाने जिनेश्वरे ॥४४॥ शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवंतु भूतगणाः । दोषाः प्रयांतु नाशं, सर्वत्र सुखी भवंतु लोकाः ॥४५॥ स्मरणं यस्य सत्त्वानां, तीव्रतापोपशांतये । उत्कृष्टगुणरूपाय तस्मै श्री शांतये नमः ॥४६॥ इति श्री नंदिषेणसूरिविरचितायां श्री अजितशांतिस्तवनं सम्पूर्ण ॥
એ ચોપડી શેઠ જયસિંહભાઈ હઠીસિંહજીના માતા શ્રી ધર્મજ્ઞબાઈ મોતીકુંવર પાસે હતી તે પોતાના સ્મરણમાં યાદ કરતાં વિક્રમ સંવત ૧૯૩૯ સન્ ૧૮૮૨માં શ્રી મુંબાપુરી મધ્યે શ્રાવક ભીમસિંહ માણેકની છાપેલી ચોપડી દેખીને પોતાના પુત્ર શેઠ મૂળચંદભાઈ હઠીસિંહજી તેના પુત્ર મોહનલાલભાઈ પાસે અમને પૂછાવ્યું કે, આ ચોપડીમાં ગાથાઓ વધારે કેમ નાંખેલી છે ? ત્યારે અમે શ્રી અજિતશાંતિસ્તવનની અવચૂરિ નામની ટીકા જોઈને કહ્યું કે એ ગાથાઓ કોઈકે અધિકે પ્રક્ષેપ કરીને છપાવી છે,
૨ ૨