________________
૨૮૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પણ મૂળની ગાથાઓ નથી, તથા શ્રી તપાગચ્છમાં તો બૃહચ્છાંતિની ટીકાને અનુસાર વર્તમાન ચોવીશીનાં જ નામ બૃહચ્છાતિના મૂળમાં છે અને શ્રી ખરતરગચ્છમાં તો બૃહચ્છાતિના મૂળમાં અતીત-અનાગત-વર્તમાન ત્રણે ચોવીશીનાં નામ તથા વર્તમાન જિનનાં માતા-પિતાનાં નામ વળી વર્તમાન જિન યક્ષ-યક્ષિણીનાં નામ અધિક લખે છે. તો હવે વિચાર કરવો જોઈએ કે શ્રી પાકિસૂત્રાદિકની ટીકામાં પાઠાંતર કર્યા વિના પણ જેમ શ્રી જ્ઞાનવિમલસૂરિજી પ્રમુખે બીજે સ્થાનકે પાઠ દેખીને પાઠાંતર લખ્યો, તેમ અમે પણ “મમ્મદ સેવા’’ એ પદને ઉત્થાપતાં નથી તથાપિ આત્મારામજી આનંદવિજયજી સરખા પૂર્વપક્ષીઓને પૂછીએ છીએ કે અજિતશાંતિસ્તવ ટીકાકારે પાઠાંતર પદ લખ્યું તેથી કંઈક ભિન્ન વળી મોહનગુણમાલાવાળા પાઠમાં લખ્યો એ બે પુસ્તક તમને દેખાડીને કોઈ પૂછશે કે બે પાઠમાં ફરક કેમ છે, તેને તમે શો જવાબ દેશો? તથા નિર્ણયસાગરપ્રેસની ચોપડી તથા ગ્રંથસાગરપ્રેસની એ બે ચોપડીમાં ન્યૂનાધિક ગાથાઓ દેખીને શું કહેશો ? તથા વળી શ્રી તપાગચ્છ તથા ખરતરગચ્છવાળાની લખેલી બૃહચ્છાંતિના મૂળની પ્રતોના ભિન્ન પાઠનું કારણ કોઈએ પૂછશે તો કયો સવાલ જવાબ કરશો?
જો કહેશો કે પાઠાંતર તથા પ્રક્ષેપ છે તો તમારી કરેલી પ્રતિજ્ઞા નિરર્થક થશે; કેમ કે ટીકામાં તો એ પૂર્વોક્ત પાઠોને પ્રક્ષેપ તથા પાઠાંતર કહ્યાં નથી ને જ કહેશો કે ભિન્ન પાઠ દેખીને પાઠાંતર તથા પ્રક્ષેપ કહીએ છીએ, તો તેમણે પણ અમારા કથનનું જ શરણ લીધું. કેમ કે અમે પણ ભિન્ન પાઠ દેખીને પાઠાંતર તથા પ્રક્ષેપ કહીએ છીએ. અને જો કહેશો કે ભિન્ન પાઠ દેખીને પાઠાંતર તથા પ્રક્ષેપ પાઠ કહેતાં આવ્યા તે ઉસૂત્રભાષણ કરી તમારા કહેવા પ્રમાણે તેમણે સંસાર વધાર્યો, તો તમારા સરખા જૈનશાસ્ત્રવિરુદ્ધ મનકલ્પિત નવા પાઠ બનાવીને પૂર્વાચાર્યોના ગ્રંથમાં પ્રક્ષેપ કરવાવાળા ઉસૂત્રભાષી દીર્ધસંસારીનો સંસાર ક્યાંથી ઘટશે? તે વિચાર કરવો એ અમારી પરમ મિત્રતાથી હિતશિક્ષા છે. પછી તો તમારી મરજી. इति अलं प्रसंगेन । प्रस्तुतं वक्ष्यामः ।