________________
૨૭
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના કલ્યાણવિજયજી ભદ્રિક હોવાથી લોકોને રૂપિયા વ્યાજે આપે ખરા, પણ દયાના પરિણામના કારણે પાછા ન લઈ શકે. ત્યારે શ્રી હેમવિજયજી શ્રી ખાંતિવિજયજીને કહેતાં કે પરિગ્રહ ભેગો ન કરો. પાછળથી ચેલાઓમાં વઢવાડ કરાવશે અને ખરાબ કરશે. માટે લોભ ન કરો. ત્યારે ખાંતિવિજય કહેતાં કે આપણા વાસ્તે પરિગ્રહ ભેગો કરતાં નથી, જ્ઞાનવૃદ્ધિ માટે કરીએ છીએ.
તે સમયમાં જિનેન્દ્રસૂરિના ચેલા દોલતવિજયજી લશ્કરથી દેહેરા નિમિત્તે સિંધિયા સરકારનું બહુમાન પામી અભિમાનથી પોતાની મેળે શ્રીપૂજય બની બેઠા. એ વાત સર્વ સંધમાં પ્રસિદ્ધ હોવાથી સર્વ હકીકત અહીંયાં જણાવી નથી.
વડોદરાના ચોમાસામાં શ્રી જિનેન્દ્રસૂરિ પાસે ........એ ઉપાધ્યાયપદવી માંગી પણ શ્રીજીએ તે ન આપવાથી પોતાના પ્રમાણિપક્ષના યતિઓને ફંટાવ્યા. તે સમયે આત્મારામજીના ચોથી/પાંચમી પેઢીમાં રૂપવિજય (ડહેલાવાળા) હતા તે મેનામાં (પાલખીમાં) બેસી છડીદાર સહિત શ્રી સિદ્ધાચલની યાત્રાએ આવ્યા. શ્રી જિનેન્દ્રસૂરિજી પણ પાલિતાણા હતા. તેમણે પંન્યાસ રૂપવિજયના માનાદિ સર્વ લવાજમો ખૂંચવી લઈ શિક્ષા આપી કે તું સંવેગી નામ ધરાવી ઢોંગ ચલાવે છે. ત્યારે તો રૂપવિજયજીએ પૂજયશ્રીનો અપરાધ ખમાવ્યો, પણ મનમાં અંટસ મટી નહીં.
તેથી વડોદરા જઈ દોલતવિજયજીને શ્રીપૂજય કરી માન્યા ત્યારે જિનેન્દ્રસૂરિજીનું પાલીમાં ચોમાસું હતું. તેમણે દરેક જગ્યાએ વિચરતાં સાધુ તથા શ્રાવકોને લખીને જણાવ્યું કે દોલતવિજય ઘઉંનો નાનો ભાઈ (આચારમાં ઘઉંથી પણ ઝીણો) છે માટે માનવો નહીં. તે વાંચી કેટલાક ગુજરાતી સમુદાય દોલતવિજયને ન માન્યા, કેટલાકે વળી માન્યા. પાલીથી ચાતુર્માસ પૂર્ણ કરી જિનેન્દ્રસૂરિજી મારવાડના સાધુ સહિત ગુજરાત આવતા હતા ત્યારે સિરોહી પાસે કાળધર્મ પામ્યા.
ત્યારે મારવાડના કેટલાક પ્રામાણિક સાધુઓએ વિચાર્યું કે દોલતવિજય તો પોતાની મેળે ગુજરાતી સાધુથી મળી જાતે જ શ્રીપૂજય બની ગયા છે.