________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
કલ્યાણવિજયજી ચંડિકા તથા જ્યોતિષમાં મહાનિપુણ હતા. તેમાં ખાંતિવિજયને લાલવિજય, દલપતવિજય અને મોતીવિજય એમ ત્રણ, હેમવિજયજીને દયાવિજય અને પરમાનંદવિજય તથા કલ્યાણવિજયને પ્રમોદવિજય એમ શિષ્યો હતા.
૨૬
એક વખતે દેવેન્દ્રસૂરિજીએ ધ્યાનબળે જાણ્યું કે આગામી વર્ષે મહાકાળ (દુકાળ) પડશે. તે વાત પોતાના શિષ્યો આગળ કરતાં હતા ત્યારે પાલીનિવાસી શેઠ શાંતિદાસે તે સાંભળ્યું. ગુરુવચન પર પાકી શ્રદ્ધાના કારણે તેમણે ધાન્યનો સંગ્રહ કર્યો. એટલામાં ઓગણસીત્તેરનો દુકાળ પડ્યો. ખાંતિવિજયજી પ્રમુખ સાધુઓ પાસે ઘણા પૂર્વવાસી લોકોએ દીક્ષા લીધી. એકત્રીસ સાધુનો સંઘાડો થયો. તે તથા અન્ય ઘણા જ સાધુઓ પાલી વિહાર કરીને આવ્યા. સર્વ સાધુઓને શાંતિદાસે ગોચરી વહોરાવી ઉત્તમ ભક્તિ કરી.
દેવેન્દ્રવિજય તો શુદ્ધ આહારની ગવેષણા કરતાં, મળે તો શરીરને ભાડું આપતાં અને આત્મધ્યાનમાં લીન રહેતાં. સમુદાયની ચિંતા શ્રી ખાંતિવિજયજી કરતાં. દુષ્કાળ પૂર્ણ થયા પછી દેવેન્દ્રસૂરિજીએ પોતાનો આયુષ્ય અંત નજીક જોઈ અનશન કરી દેવલોકે ગયા.
આ બાજુ વિજયક્ષમાસૂરિજીની પાટે વિજય દયાસૂરિજી થયા. તેમની પાટે શ્રી વિજયધર્મસૂરિજી અને તેમની પાટે શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી થયા, તે ખાંતિવિજયનું ખૂબ જ માન રાખતાં. ખાંતિવિજયના શિષ્ય દલપતવિજયને રૂપ-લક્ષણથી ખૂબ જ યોગ્ય જોઈ શ્રી જિનેન્દ્રસૂરિજી બોલ્યા કે મારે દોલતવિજય પ્રમુખ ૧૦ ચેલા છે, પણ પાટ યોગ્ય કોઈ જણાતો નથી. ત્યારે ખાંતિવિજય બોલ્યા કે દલપતવિજય તમને યોગ્ય લાગતાં હોય તો આપ તેને રાખો. ત્યારે જિનેન્દ્રસૂરિજીએ ખૂબ જ પ્રીતિપૂર્વક ખાંતિવિજયના શિષ્ય દલપતવિજયને રાખી લીધા અને ખાંતિવિજયને ચોમાસું કરવા બહુમાનપૂર્વક ઉદેપુરનો આદેશ આપ્યો. અઢાર ઠાણા સહિત ખાંતિવિજય ઉદેપુર ચોમાસું રહેવા આવ્યા અને પરિગ્રહ મેળવવા લાગ્યા. ચેલા પણ વેચાતા લેવા લાગ્યા. કલ્યાણવિજયજી પણ જુદા રહેવા લાગ્યા. પણ