________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
૨૫
નિર્લોભી વૃદ્ધ ક્ષમાસૂરિજી સોળ વર્ષ સંયમ આરાધી પોતાના ૧૮ શિષ્યો પૈકી વૃદ્ધ શિષ્ય શ્રી દેવેન્દ્રવિજયજીને આચાર્યપદ આપી દેવલોકે ગયા. ત્યારે ભટ્ટા૨ક લઘુક્ષમાસૂરિજીને થયું કે આ તો ગચ્છમાં બે ફાંટા પડે છે. તેમણે દેવેન્દ્રસૂરિજીને બોલાવીને કહ્યું કે એક ગચ્છમાં બે ફાંટ પડે તે સારું નહીં. માટે ભટ્ટારક અને આચાર્ય બંને પદવી તમે ગ્રહણ કરી ગચ્છનિર્વાહ કરો. વિજય દેવેન્દ્રસૂરિજીએ કહ્યું કે બંને પૂજ્યશ્રીએ તમને ભટ્ટા૨કપદવી આપી જ છે અને આચાર્ય તો અગાઉ પણ એક-એક ગચ્છમાં બે-બે, ત્રણત્રણ થતાં આવ્યાં છે. તેથી ગચ્છફાંટ કહેવાતો નથી. આમ છતાં મને તો મારા ગુરુદેવ કહી ગયા છે કે તારે લક્ષમાસૂરિને દુભવવા નહીં. માટે જો તમને આમાં ગચ્છફાંટ દેખાતો હોય તો તમે કહો તેમ કરું. ત્યારે ભટ્ટારક ક્ષમાસૂરિજીએ કહ્યું કે તમે તો ગુણવાન છો, પણ કાળના પ્રભાવે દરેકના ભાવ સરખા ન હોય. માટે અમારી આજ્ઞા છે કે તમારી પાટપરંપરામાં પૂજ્યે આપી તેમ આચાર્યપદવી આપજો, પણ નામમાં સૂરિપદ કહેવું નહીં. આવું સાંભળી અન્ય ગુરુભાઈઓને દુઃખ થયું. પણ દેવેન્દ્રસૂરિજીએ કહ્યું કે મારા આત્માથી તો આપની આજ્ઞાપ્રમાણ છે. એવું કહી આયંબિલતપનો અભિગ્રહ કરી આત્મસાધનામાં લાગી ગયા.
આવા દેવેન્દ્રસૂરિને ચાર શિષ્યો હતા. (૧) ક્ષમાવિજય, (૨) ખાંતિવિજય, (૩) હેમવિજય અને (૪) કલ્યાણવિજય.
એક વખત દેવેન્દ્રસૂરિ સાથે ક્ષમાવિજય સ્થંડિલ ગયા. તે રસ્તે ચાલતાં એક શાહુકારની સ્વરૂપવંત સ્ત્રીને જોઈ તેની ઉપર નજર નાંખતાં ઈર્યાસમિતિ ચૂક્યો. આ જોઈ ગુરુએ તેને “તું બેમર્યાદાએ કેમ ચાલે છે ?'' એમ ઠપકો આપ્યો ત્યારે તે ઉલ્લંઠપણે બોલ્યો કે એમાં શું થઈ ગયું ? ત્યારે તેને અયોગ્ય જાણી ગુરુએ ગચ્છબહાર કર્યો. ભટ્ટારક ક્ષમાસૂરિજીએ પણ તેને કાઢી મૂક્યો. તેનું એકલાનું મૃત્યુ થયું.
ખાંતિવિજય આદિ વિનીતપણે પ્રવર્તવાથી મહાગુણવંત થયા. (૧) શ્રી ખાંતિવિજયજી તો સિદ્ધાંતના પારગામી, (૨) હેમવિજયજી વ્યાકરણ, ન્યાય અને છ કર્મગ્રંથ કંઠે હતા તેથી કાર્મણસરસ્વતી કહેવાયા. (૩)