________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના પણ આપણે તો ગુરુજી જિનેન્દ્રસૂરિજી કહી ગયા તે મુજબ દલપતવિજયને પાટે બેસાડવા. સિરોહી નગરમાં જ ખાંતિવિજયના શિષ્ય દલપતવિજયને દેવેન્દ્રસૂરિજીના નામથી સ્થાપી પ્રસિદ્ધ કર્યા. દોલતવિજય ધરણેન્દ્રસૂરિ નામે પ્રસિદ્ધ થયા. એ બંનેનો વિવાદ સર્વ સંઘમાં પ્રસિદ્ધ છે માટે અત્રે જણાવેલ નથી.
કેટલાક સમય બાદ વિવાદ મંદ પડ્યો. ખાંતિવિજયજીએ કાળ કર્યા બાદ સર્વ ગુરુભાઈઓને પોથીપાનાં તથા બીજા ધર્મોપકરણોની વહેંચણી થઈ, પણ સોનાના પાઠા તથા સોનાની ઠવણી ઉપર વિવાદ પડ્યો. ત્યારે હેમવિજયજીએ કહ્યું કે મેં પહેલાં કહ્યું હતું કે પરિગ્રહ સર્વ દુઃખદાઈ થશે. પણ કોઈએ મારું માન્યું નહીં. તેનું પરિણામ આજે આવ્યું. માટે મારે તો પરિગ્રહનો ખપ નથી. અમે તો દેવેન્દ્રસૂરિજી વર્યાં તે પ્રમાણે વર્તીશું. એમ કહી સંવત ૧૮૯૩ની સાલમાં ક્રિયોદ્ધાર કરી વિહાર કર્યો. તે જોઈ કલ્યાણવિજયજીએ કહ્યું કે એ કીમતી વસ્તુઓ અમારે પણ જોઈતી નથી. પાટીયા ખાતે રાખો. પોતાના શિષ્ય પ્રમોદવિજયજીને સંઘાડાનો ભાર સોપી પોતે સંઘાડાનિશ્ચિત આત્મધ્યાનમાં વર્યા.
૧૯૦૩ના ચાતુર્માસમાં દેવેન્દ્રસૂરિજીના ચાતુર્માસ વેળા હેમવિજયજી ત્યાં આવ્યા. કલ્યાણવિજયજી પણ કાળધર્મ પામ્યા હતા. તેમના શિષ્ય પ્રમોદવિજયજીને ૫ ચેલા હતા. તેમાંથી બેને અયોગ્ય જાણી કાઢી મૂક્યા અને ત્રણમાંથી બે શિવચંદ અને રત્નચંદને હેમવિજય પાસે દીક્ષા અપાવી. અને માંડલીયા જોગનું વહન હેમવિજય પાસે ઉદયપુરમાં કર્યું. વડીદીક્ષાનો વાસક્ષેપ દેવેન્દ્રસૂરિ પાસે કરાવ્યો. રત્નવિજયનો સાગરચંદ જેવા મહાન પંડિત પાસે વ્યાકરણ આદિ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને તેઓ પંડિત બન્યા. દેવેન્દ્રસૂરિએ પોતાના શિષ્ય ધીરચંદને ભણાવવા રત્નવિજયને તેડ્યા. એકબે વર્ષ ભણાવી રત્નવિજય જોધપુર ચાતુર્માસ અર્થે ગયા. સંવત ૧૯૧૬ની સાલમાં દેવેન્દ્રસૂરિ રાધનપુરમાં કાળધર્મ પામ્યા. ત્યારે શિષ્ય ધીરચંદને ધરણેન્દ્રસૂરિ નામથી પાટે સ્થાપન કર્યા. શ્રી ધરણેન્દ્રસૂરિએ પત્ર લખી રત્નવિજયજીને પોતાની પાસે ભણવા તેડાવ્યા. પત્રમાં લખ્યું કે જેમ