________________
૨૬૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર નમોડત્સિદ્ધા કહીને કહે. સ્ત્રીઓ વળી એ ન કહે. ત્યારપછી બે હાથ જોડી ઢીંચણ સ્થાપી શકસ્તવ દંડક કહીને પંચાંગપ્રણિપાત કરીને જાવંતિ ચેઇયાઇ ઇત્યાદિ ગાથા ભણીને ખમાસમણ દઈ જાવંત કવિ સાહૂ એ ગાથા કહીને નમોડસ્રિદ્ધા ઇત્યાદિ કહીને જોગમુદ્રાએ મહાકવિરચિત, ગંભીરાર્થ, એક હજાર આઠ લક્ષણોપેત શરીર સહિત, પરીષહ-ઉપસર્ગસહનાદિક ક્રિયાજ્ઞાનાદિક ગુણવર્ણન સહિત, પોતાના પાપનિવેદનગર્ભિત, પ્રણિધાનસાર વિવિધ શબ્દાર્થ છે જેમાં એવો ભલો સ્તોત્ર કહીને મુક્તાશુક્તિમુદ્રાએ જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાનની બે ગાથા ભણે, “તમો મારિયા વંવિતિ " એટલે પછી આચાર્યાદિકને વાંદે. અહીં પક્ષમાં દંડક પાંચ, થોય ચાર એ જુગલે કરી મધ્યમ વંદના જાણવી. ગાથાર્થ પૂર્વવત્. એ પણ મધ્યમ ચૈત્યવંદના ઉત્કૃષ્ટવાળે શક્રસ્તવ પાંચે કરી હોય, તે વળી એમ પહેલા શ્લોકાદિરૂપ નમસ્કાર શિકસ્તવ કહીને ઊભો થઈ અરિહંત ચેઇયાણ ઇત્યાદિ દંડકો કરી ચાર થોય કહી વળી શકસ્તવ કહી ઊઠીને અરિહંત ચેઇયાણ ઇત્યાદિ દંડકો કરી વળી ચાર થોય કરીને વળી શકસ્તવ કહીને જાવંતિ ચેઈયાઇ ઇત્યાદિ બે ગાથા કહીને નમોડસ્રિદ્ધા ઇત્યાદિ કહેવાપૂર્વક સ્તોત્ર ભણીને વળી પુણો સીર્થ એટલે શસ્તવ કહીને પ્રણિધાનની ગાથા છે તેમ જ કહે એ ચૈત્યવંદ વિધિ. તે માંહેલી હરેક વંદણાએ દેવ વાંદીને પછી આચાર્યાદિકને ખમાસમણ દઈને દેવાધિદેવની આગળ નૃત્યાદિક ભાવપૂજા કરીને ચૈત્યવંદનાર્થે આવેલા સુવિહિત મુનિને દેખીને તેમને વંદન કરી પ્રસ્તાવ છતા તેમની સમીપે ધર્મોપદેશ સાંભળી જિનભુવન કાજે દેવદ્રવ્યની તૃપ્તિ કરીને ધોતી પ્રમુખ પૂજાનાં વસ્ત્ર મૂકીને આત્માને સુકૃત માનતો પૂજા સુકૃત્ય અનુમોદના કરી યથોચિત દીન-અનાથાદિકને દાન આપીને પોતાને ઘેર આવે.
તથા વિક્રમ સંવત ૧૭૩૮માં વર્તમાન શ્રી આનંદસૂરિગચ્છમાં શ્રી વિજયાનન્દસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વપજ્ઞ ધર્મસંગ્રહવૃત્તિમાં પણ પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થાયના દેવવંદન કહ્યાં છે. તે પાઠ :