________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૬૩ ત્યાર પછી તે શ્રાવક મુખે મુખકોષ બાંધી પૂર્વ નિર્માલ્ય દૂર કરી એટલે પ્રમાજી પ્રતિમાની પૂર્વરચિત પૂજા નિર્માલ્ય ઊતારી નવણાદિક વિધિએ એકાગ્રચિત્તે મંગળદીપ પર્યત સંપૂર્ણ પૂજા ભલી રીતે કરે. ત્યાર પછી ઉત્કૃષ્ટ પ્રતિમાથી સાઠ હાથ દૂર તથા જઘન્ય નવ હાથ એટલે દસથી ઓગણસાઠ પર્યત અથવા ઉચિતાવગ્રહે રહી ત્રણ વાર વસ્ત્રાદિકે ભૂમિભાગ પૂંજીને (૧) છબસ્થ (૨) સમવસરણસ્થ અને (૩) મોક્ષસ્થ રૂપ ત્રણ અવસ્થા ભાવતો થકો પદે પદે સૂત્ર અને અર્થની શુદ્ધિમાં તત્પર રહ્યો છતો યથાયોગ્ય મુદ્રાઝિક પ્રયુંજતો થકો એટલે કરતો થકો ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ચૈત્યવંદનાએ યથાસંપત્તિએ વિધિએ કરી દેવ વાંદે યથા અવસર જાણી, તે વંદનાનો વિભાગ એમ છે.
તેમાં નમસ્કાર તે મસ્તક નમાવવામાત્ર અથવા પંચાંગ પ્રણિપાત અથવા અધિકૃત જિનના ગુણસ્તુતિરૂપ શ્લોકાદિરૂપ નમસ્કાર, તેણે કરી જધન્ય ચૈત્યવંદના હોય. અથવા દંડક અરિહંત ચેઇયાણ ઇત્યાદિ કહી પછી આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરે તે પારીને એક થોય કહે અને પ્રણિધાન ગાથાઓ મુક્તાશુક્તિમુદ્રાએ કહે એમ પણ મધ્યમ ચૈત્યવંદના હોય અથવા ઇરિયાવહી પડિક્કમીને વસ્ત્રના છેડાથી ભૂમિ પ્રમાર્જીને ત્યાં ડાબો ઢીંચણ ઇષત્ (સ્ટેજ) ઊંચો કરીને જમણો ઢીંચણ ભૂમિએ સ્થાપીને યોગમુદ્રાએ શ્લોકાદિરૂપ નમસ્કાર પઢીને નમુત્થણે પ્રણિપાતદંડક પઢીને પછી પ્રમા ઊઠીને જિનમુદ્રાએ અરિહંત ચેઇયાણ એ સ્થાપનાઅરિહંતનો સ્તવદંડક પઢીને આઠ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરીને નમસ્કારે પારીને અધિકૃત જિનસ્તુતિ પઢીને લોગસ્સ ઇત્યાદિ નામઅરિહંતનો દંડક પઢીને સવ્વલોએ અરિહંત ચેઇયાણું એ દંડક ભણીને તેમજ કાઉસ્સગ્ન કરી પારીને સર્વ જિનની થાય કહે. ત્યારપછી પુખરવરદી ઇત્યાદિ શ્રુતસ્તવ કહીને સુઅસ્ટ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ ઇત્યાદિ કહીને તેમજ કાઉસ્સગ્ન પારીને સિદ્ધાંતની થોય કહે. ત્યારપછી સિદ્ધાણં બુદ્ધાણં ઈત્યાદિ સિદ્ધસ્તવ કહીને વેયાવચ્ચગરાણે એ કહીને તેમજ કાઉસ્સગ્ન કરી પારીને સરસ્વતીકોહડિ પ્રમુખ વેયાવચ્ચગરાણુની થોય કહે. અહીં પહેલી અને ચોથી થાય