________________
ર૬૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર એનો ભાવાર્થ એ છે કે રંકથી તે રાજા પર્વત જે પુરુષો ઊંચી પ્રવૃત્તિ કરવી જાણતા નથી અને તે પુરુષ પ્રભુતા-ઠકુરાઈને ચાહે છે તે પુરુષ બુદ્ધિવંતોને ખ્યાલ કરવા યોગ્ય છે એટલે હાસ્યપાત્ર બને છે.
તે માટે જેમ દઢરથમુનિએ પોતાનું વ્રત રાખ્યું ને કુબેરદત્તાદેવીને અપ્રીતિ પણ ન ઉપજાવી અને કુબેરદત્તાદેવીએ પણ પોતાનું ઉચિત સાચવવા મુનિને પ્રાર્થના કર્યા છતાં મુનિના મોઢાથી સ્ત્રીસંઘટ્ટનું વચન સાંભળી સમ્યગ્દષ્ટિપણાથી જાણ્યું જે મુનિને સંઘટ્ટ કરવો એ મારે પણ ઉચિત નથી. તેથી એ મુનિને ધન્ય છે કે હારે અનુચિતપણું ટાળવા મુજને ઉપયોગ દીધો. એમ વિચારી અત્યંત હર્ષવંત થઈ. તેમ પૂજા વગેરે અવસરે સંઘાદિ કાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગ દઈ ઉચિત પ્રવૃત્તિ જાણી સમ્યગ્દષ્ટિ દેવતા હર્ષવંત થઈ તે કાર્યમાં પ્રવર્તે. પણ પ્રતિક્રમણાદિ અવસરે સંવાદિ કાર્યની અનુચિત પ્રવૃત્તિ જાણી હર્ષવંત થાય નહીં. માટે આત્મારામજી આનંદવિજયજી પ્રતિક્રમણમાં અનુચિત પ્રવૃત્તિ કરી સમ્યગ્દષ્ટિ દેવતાઓની આશાતના કરે છે. તેથી મિચ્છા મિ દુક્કડ દેઈ ખમાવશે તો મથુરાક્ષપક સાધુની પેઠે આરાધક થશે, અન્યથા વિરાધકભાવે પ્રવર્તશે તો એમનો શો દોષ ? એમના કર્મનો ભારે દોષ સમજીશું. તથા વિક્રમ સંવત ૧૩૬૩માં વર્તમાન બૃહત્ ખરતરગચ્છનાયક શ્રી જિનદત્તસૂરિ સંતાનીય શ્રી જિનસિંહસૂરિજી શિષ્ય શ્રી જિનપ્રભસૂરિકૃત વિધિપ્રપામાં પણ પૂજાદિ વિશિષ્ટ કારણે જ શ્રાવકને ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કરવી કહી છે :
तओ कयमुहकोसो पुव्वुत्तनिम्मल्लावणयणनिम्मजणाइ विहिणा एगग्गमणो मंगलदीवय पज्जंते संपूयं करेइ तउ ओक्कोसेणं देवाओं सट्ठिहत्थमित्ते जहन्नेणं नव हत्थेणं नव हत्थुमित्ति मज्झिमउ अंतराले उच्चिय अवग्गहे वाऊण तिखुत्तो वच्छाइ पमज्जिय भूमिभागे छउमत्थसमोसरणत्थ-मुक्खत्थरूवमवत्थातिगं भावितो जिणबिंबनिवेसियनयणमाणसो पए पए सुत्तत्थसुद्धिपरायणो जहाजोगं मुद्दातिगं पउंजतो उक्कोसमज्झिमजहन्नाहिं चीवंदणाहिं जहासंपत्ति देवे वंदइ तासिं च विभागो इमो -