________________
૨૫૯
ચતુર્થીતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તથા સંઘાચારવૃત્તિનો પાઠ : "सुदृष्टिसुराणां इत्यादि यावत् स्मारणा संघादिविषये प्रमादादिना
થીમૂતવૈયાવૃજ્યાદ્રિ તત્યાનાં સંસ્માર '' સુધીનો પાઠ છોડીને ચતુર્થસ્તુતનિર્ણય પૃષ્ઠ-૬૦માં રમે દાવશે ધક્કારે ઇત્યાદિ યાવત્ મથુરાક્ષપક-કુબેરદત્તાદેવીના દૃષ્ટાંત પર્યત પાઠ લખ્યો છે તે પાઠ અમોએ ગ્રંથગૌરવના ભયથી લખ્યો નથી, પણ આત્મારામજીએ પાઠનો કેટલો ભાગ પડતો મૂકી બાકીનો લખ્યો તેનો પરમાર્થ એ સંભવે છે કે એ પાઠમાં સંઘાદિ કાર્યમાં પ્રમાદાદિકે કરી શિથિલ થયેલા પ્રવચનભક્ત દેવતાને વૈયાવૃત્યાદિ કૃત્ય યાદ કરાવવાને તથા પ્રવચનાદિ ગોચર વૈયાવૃત્ય પ્રમુખ કાર્ય કરવાનો ઉપયોગ પ્રમુખ ગુણગણનો અનુચિંતન-ઉત્કીર્તનાદિ ઉપબૃહણા કરી ચેત્યાદિ ઉચિત કાર્યમાં પ્રવર્તાવવા વૈયાવચ્ચગરાણે કાયોત્સર્ગ તથા તેમની થોય કહે એટલે સમ્યગ્દષ્ટિ દેવતાઓને જિનપૂજાદિ કૃત્ય છે તે ઉચિત છે ને જિનપૂજાદિ કાર્ય અવસરે શ્રાવકાદિ સમ્યગ્દષ્ટિ દેવતાઓને જ્ઞાપન કરે કે જે જે કાર્યમાં અમે પ્રવર્તીએ છીએ તે તે કાર્યમાં પ્રમાદ છોડીને તમારે પણ પ્રવર્તવું જોઈએ. તેને તે ઉચિત કાર્ય કરવામાં પ્રેરણા કરવી તેને ઉચિત પ્રવૃત્તિ કહીએ. તે ઉચિત પ્રવૃત્તિ સર્વ જીવોની કરવી, પણ અનુચિત પ્રવૃત્તિમાં ન પ્રવર્તવું. અનુચિત પ્રવૃત્તિ કરવાથી મથુરાક્ષપક મહાન પુરુષ હતાં તોપણ કુબેરદત્તાદેવીને અનુચિત વચન કહેવાથી મિચ્છા મિ દુક્કડ દેવું પડ્યું અને કુબેરદત્તાદેવીની પ્રાર્થના સાંભળી દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવના જાણ શ્રી દઢરથમુનિએ સુમેરુયાત્રાનો ભાવ જણાવી કહ્યું કે સ્ત્રીનો સંઘટ્ટ થાય તેથી વ્રતમાં અતિચાર લાગે તેથી એ મનોરથે કરીને સર્યું એ વચન સાંભળી કુબેરદત્તાદેવી વિશેષે સંતુષ્ટ થઈ. સર્વ રત્નમય સુમેરુ નામનો મહાતંભ બનાવી મુનિને સુપાર્શ્વનાથ સ્વામીનાં દર્શન કરાવ્યાં તેથી લાંબા કાળે પોતાની પરની અવસ્થા અનુરૂપ પ્રવૃત્તિ કરીને પ્રવર્તવું જોઈએ એ તાત્પર્યાર્થ છે. “દુર્જ તન્નેવ -
आ रंकाद् भूपतिं यावदौचित्यं न विदंति ये । પૃદયંત: પ્રભુત્વીયં, વેનને તે સુમેળ સામ્ II”