________________
૨૫૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર જૈનશાસ્ત્રોમાં કહી છે. તથા દીક્ષા પ્રતિપત્તિ પ્રમુખ પૂજા વગેરે વિશિષ્ટ કારણે તથા સંઘાચારવૃત્તિ આદિ બીજા પાઠોક્ત શુદ્રોપદ્રવ વિદ્રાવણા નિમિત્તે તથા સંઘાદિ કાર્ય વિસ્મૃત પ્રવચનભક્ત દેવતાઓને ઉપયોગ દેવાને, અથવા તેમને ઊંચા કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ કરવાને બારમા અધિકાર સહિત ચૈત્યવંદના કરવી પણ જૈનશાસ્ત્રોમાં કહી છે. પણ વિજ્ઞવિદ્રાવણાદિ વિશિષ્ટ કારણ વિના સામાયિક-પ્રતિક્રમણાદિકમાં બારમા અધિકાર સહિત ચૈત્યવંદના કરવી કોઈ જૈનશાસ્ત્રમાં જણાતી નથી. હવે બુદ્ધિવંતોએ વિચારવું જોઈએ કે શ્રાવકની લખેલી ચિઠ્ઠીના લેખ પ્રમાણે સંધાચારવૃત્તિના પહેલા પાઠમાં સિદ્ધાણં બુદ્ધાણં ત્રણ થોય ટીકાકારે નિયમથી કહી અને બીજા પાઠમાં શુદ્રોપદ્રવાદિ ઉડાવવાને સૂચના કરવા વૈયાવચ્ચગરાણું કહેવું તોપણ “તત્રેવી પર્વ સમી શિતત્વીત્” એ પાઠને ઠેકાણે આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૬પમાં “સૂત્રે વીચ પર્વ
મચશિતત્વીત્' ઇત્યાદિ પત્ર ૨૯૫ તથા ૩૦૪ના પાઠમાં વિપર્યય તથા અધૂરાં લખીને તથા અર્થનો ફેરફાર કરીને ભોળા જીવોને બહેકાવવા તથા કુપંથમાં નાંખવા છલ કરીને શ્રાવકોની લખેલી ચિઠ્ઠી ખોટી કરે છે, એ શું સમ્યગ્દષ્ટિ, સંયમી, સત્યવાદી, ભવભીરુ, નિષ્કપટીનાં લક્ષણ છે ? કેમ કે જો ચિટ્ટીમાં સંઘાચારભાષ્યના પાના ૨૯૫માં સિદ્ધાણં બુદ્ધાણંની ત્રણ થાય જ ટીકાકારે કરવી કહી છે, પણ વૈયાવચ્ચગરાણું કહેવું કહ્યું નથી અને પાના ૩૦૪માં શુદ્રોપદ્રવ ઉડાવવાને જ વેયાવચ્ચગરાણું કહેવું, અન્યથા ન કહેવું એમ લખ્યું હોય તો આત્મારામજીના લખ્યા પ્રમાણે સત્યાર્થ થાત, પણ તે પ્રમાણે ચિઠ્ઠીમાં લેખ નથી ને સંઘાચારવૃત્તિના બેઉ પાઠમાં જેમ લખે છે તેમજ ચિઠ્ઠીમાં લેખ છે. તો બિચારા ન ભણેલા ભોળા જીવોને ભ્રમના ગોટામાં ફસાવવા અચેત કરવા એ શું ઉત્તમ પુરુષોના કામ છે ? કેમ કે ભદ્ર જીવોને શી ખબર પડે કે એ લેખ સાચો છે કે ખોટો? તેથી સાધુ નામ ધરાવીને આત્મારામજીને એવાં છળ-કપટનાં કામ કરવાં ઉચિત નથી. અમારી તો એ પરમ મિત્રતાથી શિખામણ છે. માનવું ન માનવું તો આત્મારામજીને આધીન છે.