________________
૨૪૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર प्रणिधानं कृत्वा पुनः शक्रस्तवमभिधते इत्येषोत्कृष्टा चैत्यवंदना ऐर्यापथिकीप्रतिक्रमणपूर्विकैव भवति जघन्यमध्यमे तु चैत्यवन्दने ऐर्यापथिकीप्रतिक्रमणमंतरेणापि भवतीति ॥
આ પાઠમાં આરતીપર્યંત ભગવંતની પૂજા કરીને ચૈત્યવંદના કરવી કહીને ચૈત્યવંદનાના જઘન્યાદિ ભેદ બતાવ્યા તેમાં અરિહંતચેઇયાણું વગેરે દંડક એક-એક અને થોય એક-એકને યુગલે કરી એટલે ત્રણ થોય કરીને મધ્યમ વંદના ટીકાકારે દર્શાવી. કેમ કે “સંકેતભાષાએ થાય ચાર વડે કરીને વર્તમાનરૂઢિ એકવાર વંદનાએ અન્ય કોઈ આચાર્ય મધ્યમ વંદના કહે છે” એવું ટીકાકારે અન્ય કોઈકના મતનું વ્યાખ્યાન દર્શાવ્યું. તેથી ત્રણ થોયની પૂર્વધરે પૂર્વાચાર્યોના મધ્યમચૈત્યવંદનાનો અભિમત દર્શાવ્યો ને ચોથી થાયથી વર્તમાન રૂઢિમત દર્શાવ્યો. પણ પ્રતિક્રણના આદિ-અંતમાં ચોથી થોયની વંદના દર્શાવી નથી. તથા શ્રી વૃંદારવૃત્તિમાં પણ ચોથી થોય સહિત ત્રણ થોયની દેવવંદના શ્રાવકને જિનગૃહમાં કરવી કહી છે. તે પાઠ :
अधुना चैत्यवन्दना सा च त्रिधा । नवकारेण जहन्ना दंडकथुईजुगल मज्झिमा नेया। संपुन्ना उक्कोसा विहिणा खलु वंदणा तिविहा ॥ दंडकथुईजुगलत्ति चैत्यस्तवदंडक-एकस्तुतिप्रदानं युगलस्तुतेति अत्र च संप्रदायादुत्कृष्टचैत्यवंदनेर्यापथिकीप्रतिक्रमणपुरस्सरं विधेयेत्यतः सैषादौ व्याख्यायते तत्र च इच्छामि इत्यादि । एवमैर्यापथिकी प्रतिक्रम्य महावृत्तान्यर्थयुक्तः न पुनरुक्तानमस्कारान् भणतीति ॥छ॥ ततो
अनुन्नंतरअंगुली कोसागारेहिं दोहिं हत्थेहिं ।। पिट्टोवरीकुप्पर संठिएहिं तह होई जोगमुद्दत्ति ॥१॥
इत्येवं लक्षणया योगमुद्रया प्रणिपातदंडकं पठति स चायं नमोत्थुणमित्यादि । ततः उत्थाय
चत्तारि अंगुलाई पुरओ उणाई तत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो एसा पुण होइ जिणमुद्दित्ति ॥१॥