________________
૨૨૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર कर्तुरिष्टफलकारि भवति यथा स्तोभनस्तंभनादि तथा चैदं वैयावृत्त्यकरादिविषयकायोत्सर्गकरणमिति ॥
ભાવાર્થ :- ઉચિત લોકોત્તર કુશલ પરિણામ નિબંધણપણે કરીને યોગ્ય અરિહંતાદિકોમાં ઉપયોગ ફળ પ્રણિધાન પ્રયોજન ચૈત્યવંદન એ અર્થનો જ્ઞાપન કરવા અર્થે “વૈયાવચ્ચગરાણ” એ પાઠ ભણે અને તે વૈયાવૃત્યકરાદિ કોણ અજાણે પણ સ્વવિષયક કાયોત્સર્ગનો તોપણ એ કાયોત્સર્ગથી તે કાયોત્સર્ગ કરનારને શુભસિદ્ધિ, વિજ્ઞોપશમ, પુણ્યબંધાદિ સિદ્ધિમાં એ જ કાયોત્સર્ગ પ્રવર્તક વચન જ્ઞાપક પાઠ આખોપદિષ્ટપણે કરીને આવ્યભિચારીપણાથી વળી એ હેતુ અસિદ્ધ નથી. અપ્રતિષ્ઠિત અપ્રમાણપણે કરીને એ કાયોત્સર્ગ વળી આ કાયોત્સર્ગથી શુભસિદ્ધિલક્ષણ વસ્તુ કેમ થાય તે કહે
અભિચારિકાદિ દષ્ટાંત ધર્મી એટલે મંત્રવાદમાં મંત્રવાદીને સ્તોભનસ્તંભન-મોહાદિકર્મ ફળ વગેરે શબ્દથી શાંતિક-પૌષ્ટિકાદિ શુભ ફળ કર્મસિદ્ધિ દેખવાથી સ્તોભનીય-સ્તંભનીયાદિક છે તેમણે અજાણે પણ આતોપદેશે કરીને સ્તોભનાદિકર્મ કર્તાને અનેક ફળ સ્તંભનાદિકની સિદ્ધિ પ્રત્યક્ષ અનુમાને કરીને દેખાવપણાથી પ્રયોગ જો આતોપદેશપૂર્વક કર્મ તે વિષે અજાણે પણ કર્તાને અનેક ફળકારી હોય જેમ સ્તોભન-સ્તંભનાદિ તેમજ એ વૈયાવૃત્યકરાદિ વિષયક કાયોત્સર્ગનું કારણ જાણવું.
તથા કુમારપાળ ભૂપાળશુશ્રિત શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ શ્રી યોગશાસ્ત્રદીપિકામાં પૂજાદિ વિશિષ્ટ કારણે જિનચૈત્યમાં ચોથી થાય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
तत्र देवगृहे विधिना विधिपूर्वकं प्रविश्येति त्रीन् वारान् प्रदक्षिणयेत् प्रदक्षिणीकुर्यात् जिनमर्हद्भट्टारकं प्रवेशविधिश्चायं पुष्पतांबूलादिसचित्तद्रव्याणां क्षुरिकापादुकाधचित्तद्रव्याणां च परिहारेण कृतोत्तरासंगो जिनबिंबदर्शनेनांजलिबंधं शिरस्यारोपयन् मनसश्च तत्परतां कुर्वन्निति पंचविधाभिगमेन नैषेधिकीपूर्वं प्रविशति यदाह - सचित्ताणं