SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સમકિત જશે. તેણે કહ્યું કે વેશ પાછો આપવા આપની પાસે આવીશ. તે બૌદ્ધો પાસે ગયો. બૌદ્ધોએ તેને ભ્રમાવી દીધો. વેષ દેવા ગુરુ પાસે આવ્યો. ગુરુએ સમજાવીને પાછો જૈનધર્મમાં સ્થિર કર્યો. પાછો બૌદ્ધો પાસે ગયો. આમ ૨૧ વાર ગયો. બાવીસમી વાર ગુરુ પાસે પાછો આવ્યો. ત્યારે ગુરુએ લલિતવિસ્તરા નામે ચૈત્યવંદના વૃત્તિ તર્ક સહિત રચી, બાજોઠ ઉપર મૂકી બહાર ગયા. સિદ્ધર્ષિએ જોઈ, વાંચી, વિચાર કરવાથી સમ્યક્ત્વમાં દેઢ થયા, હર્ષ પામ્યા. નિશ્ચલ મન થયેલા બોલ્યા, નમસ્કાર થાઓ ઉત્કટ સૂરિ છે એવા શ્રી હરિભદ્રસૂરિ તરફ જેમણે મારા માટે લલિતવિસ્તરા નામની વૃત્તિની રચના કરી. ત્યારબાદ મિથ્યાત્વ રહિત થયેલા સિદ્ધર્ષિ ૧૬,૦૦૦ શ્લોક પ્રમાણ ઉપમિતિભવપ્રપંચકથા રચતાં હતાં. શ્રીમાળનગરમાં ઘિસિમંડપમાં તે કથા સરસ્વતી સાધ્વીએ શોધી. આમ, આ પાઠમાં પણ સિદ્ધર્ષિના ગુરુ હરિભદ્રસૂરિ લખ્યા. તે પહેલાં ૧૪૪૦ પ્રકરણકર્તા લખ્યા. તેથી આરોપ તથા સંભાવના કરી તે કેમ સંભવે ? માટે લલિતવિસ્તરા કર્તા હરિભદ્રસૂરિ વિક્રમ સંવત ૯૦૦માં થયા સંભવે છે. ચતુર્થસ્તુતિનિર્ણયમાં પંચાશકાદિ કર્તા હરિભદ્રસૂરિજી લખ્યા તેથી આરોપ તથા સંભાવના કરી એ કેમ ઘટે ? એ વિચાર પંડિતોએ $291. 11811 તથા રત્નસંચય પ્રકરણમાં આ મુજબ લખેલ છે. તે પાઠ : पणपणबारससए, हरिभद्दो सूरि आसिपुव्वकए । तेरसवयवीसयहीए, वरीसिहिं बप्पभट्टिपहू ॥८२॥ અર્થ :- વીરથી બારસો પંચાવન વર્ષે શ્રી હરિભદ્રસૂરિ પૂર્વસંધના કરનાર તેરશે વીશ વર્ષ બપ્પભટ્ટસૂરિ થયા. એ ટબામાં અર્થ લખ્યો. તે બારશો પંચાવનમાંથી ૪૦૦ વર્ષ કાઢીએ ત્યારે ૭૮૬ની સંવત આવે. એમાં જો હરિભદ્રસૂરિનું એકસો વર્ષ ઉપરનું આયુષ્ય હોય તોપણ લલિતવિસ્તરાના કર્તા મળે છે. ।।૫।। તથા શ્રી પ્રદ્યુમ્નસૂરિષ્કૃત વિચારસાર પ્રકરણમાં આવી રીતે લખે છે. તે 418:
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy