________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૦૫
ययौ तैरपि आगच्छन् झटितः एवं वेषद्वयप्रदानेन एहि रेयाहि सः २१ द्वाविंशवेलायां गुरुभिश्चितितं मास्य वराकस्य आयुः क्षयेण मिथ्यादृष्टित्वे मृतस्य दीर्घभवभ्रमणं भूत् पुरापि २१वारं वादैर्जितोऽसौ अधुना वादेनालं ललितविस्तराख्या चैत्यवन्दनावृत्तिः सतर्का कृता तदागमे पुस्तिकां पादपीठे मुक्त्वा गुरवो बहिरगुः तत्पुस्तिकापरामर्शाद्बोधः सम्यक् ततस्तुष्टो निश्चलमनाः प्राह -
नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये ।
मदर्थं निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा ॥१॥
ततो मिथ्यात्वनिर्विण्णेन सिद्धऋषिणा १६ सहस्त्रा उपमिति भवप्रपंचा कथा अरचि । श्रीमाले घिसिमंडपे सा च सरस्वत्या साध्या अशोधि ।
»
ભાવાર્થ :- તે સમયે શ્રીમાલપુરમાં કોઈક ધનવાન શેઠ ચોમાસામાં પરિવાર સહિત દેરાસરે જતા હતા. રસ્તામાં સિદ્ધ નામના રાજાના પુત્રને જુવારીઓએ પોતાના માગતા સોનૈયાને માટે બાંધીને નિર્દયપણે ખાડામાં નાંખેલો જોયો. શેઠે છોડાવ્યો, ભોજન કરાવ્યું. ભણાવ્યો અને પરણાવ્યો. તે જુદો માતા પાસે રહે. શેઠના પ્રભાવથી તે પણ ધનવાન બન્યો. શેઠની દુકાને રાત્રે મોડે સુધી હિસાબ લખ્યા કરે એટલે રાત્રે ઘેર મોડો આવે. સાસુ-વહુ બહુ દુઃખી થાય. માતાએ કહ્યું તું શા માટે મોડો આવે છે ? તો કહે જેણે મને સુખી કર્યો તે શેઠનો હુકમ રાખવો જોઈએ. એક દિવસ સાસુ-વહુએ વિચાર્યું અને તે મોડો આવ્યો તેથી બારણું ન ખોલ્યું. બીજા દિવસે તે બહુ મોડો આવ્યો. બારણું ખખડાવ્યું, પણ ઘરમાંથી કોઈ બોલે નહીં ત્યારે તે રિસાઈને બોલ્યો, બારણું કેમ નથી ખોલતાં ? માતાએ કહ્યું, આ મોડી રાત્રે જેના બારણા ખુલ્લાં હોય ત્યાં જા. ત્યારે તે ત્યાંથી ચૌટામાં ગયો. ત્યાં ઉઘાડા બારણે હરિભદ્રસૂરિ જાપ કરતાં હતાં. તે જોઈ તેમની પાસે ગયો. પાસે બેઠો. દેશના સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. સર્વ વિદ્યા ભણ્યો. કવિપણામાં હંસ અને પરમહંસ સમાન થયો. વિશેષ તર્ક ભણવા તે બૌદ્ધો પાસે જવા ઇચ્છતો હતો, પણ ગુરુએ વાર્યો કે ત્યાં ન જા,