________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
સકલતાર્કિકશિરોમણિ, કુમતાંધકારનભોમણિ, બાલબ્રહ્મચારી શ્રી વિજયરત્નસૂરિજી થયા. તેમની સંયમપ્રવૃત્તિ વગેરે અધિકાર તો બૃહત્પટ્ટાવલીસારોદ્વારાદિ ગ્રંથથી જાણવો. પણ શ્રી વિજયપ્રભસૂરિજીના ઉપદેશથી સોળ વર્ષની ઊંમરમાં ધન-માલ-મિલકત સહિત સુંદર કન્યાનું સગપણ છોડી સંયમી થયા તે વાતોની સજ્ઝાય પંડિત શ્રી હર્ષમુનિકૃત સર્વ સંઘમાં પ્રસિદ્ધ છે. તોપણ ભવ્ય જીવોને જાણ થાય તે માટે તે સજ્ઝાય અહીંયાં લખીએ છીએ.
૨૦
સાય
રત્નગુરુ ગુણ મીઠડા રે, કાંઈ મીઠડા મુખના બોલ,
સાંભળતા સુખ ઉપજે રે, કાંઈ મુખ દીઠા તંબોલ. રત્નગુરુ..(૧) હીરસોભાગજીના નંદજી રે, કાંઈ ઉરુવંશ કુળચંદ,
શ્રીપ્રભસૂરિજીએ બુઝવ્યા રે, કાંઈ રત્નસૂરિ ગુણવંદ. રત્નગુરુ..(૨) સોળ વરસના રત્નજી રે, કાંઈ લેવો સંજમ ભાર,
દેવી સરીખી કન્યા તજી રે, કાંઈ સુરીબાઈ સુકુમાલ. રત્નગુરુ..(૩) આપ ઊઠીને આપે ચાલ્યા રે, કાંઈ સાસરીયાને ગામ, સાસરવાસો લેઈ કરી રે, સાથે મંત્રી લીઓ અભિરામ, રત્નગુરુ .(૪)
વયણ કરી સાસુ વદે રે, તમે કેમ રે પધાર્યા આજ,
દેવ સરીખા તમને જાણતી રે, મુજ કન્યાને તુમ કાજ. રત્નગુરુ..(૫) સાત સહીયરોમાં ખેલતાં રે, કાંઈ સુરીબાઈ સુકુમાલ,
માતા બોલાવે મોટા મંદીરીયે રે, કાંઈ કરોને વાત વિચાર. રત્નગુરુ..(૬) સહીયરો સંભળાવે સુરીબાઈને રે, આવ્યા તુમતણો ભરથાર, માતા બોલાવે ઊભા મંદીરીએ, કાંય કરવા મનને વિચાર, રત્નગુરુ..(૭) સોમવરણ કહે સદા ગુરુ રે, મારે પરણ્યાના પચ્ચખાણ, બહેની સરીખી તુજને ગણું રે, તું તો સાંભળ ચતુર સુજાણ. રત્નગુરુ..(૮)