________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
૧૯ દીક્ષિતને પણ મુનિગણ કહ્યો છે, તો પ્રસ્તાવનાના પાના ૧૩માં વિજય રાજેન્દ્રસૂરિની ચોથી પેઢીવાળા સંયમી નહોતા એવું લખવું તે આત્મારામજીની મૂર્ખતાનું સૂચન કરે છે, કેમ કે દરિયાની વાત દરિયામાં રહેનારને ખબર હોય, કૂવામાંના દેડકાને નહીં. આચાર્યોની પરંપરા આચાર્યોના કુલવાસી હોય તે જ જાણે, પણ ગુરુકુળવાસથી બહાર હોય તે જાણે નહીં. અમારી ગુરુપરંપરા આત્મારામજીએ નામમાત્રથી જાણી, પણ વિજય રાજેન્દ્રસૂરિની ત્રીજી-ચોથી પેઢીમાં જેવા સંયમી હતા તેવું સંયમ તો આત્મારામજીના દાદા-પરદાદાએ પણ નહીં પાળ્યું હોય. અને ચોથી પેઢી ઉપરનું સંયમીપણું તો સ્વપ્રે પણ નહીં કહ્યું હોય. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી ૪૦મી પાટે શ્રી મુનિચંદ્રસૂરિ થયા ત્યાં સુધી સુધર્મબૃહદ્ગચ્છમાં તો સંયમપ્રવૃત્તિ જ હતી. શિથિલાચારનો સંભવ જ ન હતો. ત્યારપછીની ત્રણ-ચાર પાટમાં શિથિલાચારની પ્રવૃત્તિ જાણી જગચંદ્રસૂરિએ ચૈત્રવાલગચ્છના શ્રી દેવભદ્રઉપાધ્યાયની સહાયથી ક્રિયોદ્ધાર કરેલો. આજીવન આયંબિલ કરી “તપા”નું બિરૂદ પામેલા.
ત્યારબાદ ૫૧મી અને પરમી પાટ પછી શિથિલાચાર સાધુસમુદાયપ્રવૃત્તિમાં રહેલા શ્રીહેમવિમલસૂરિએ પણ સાધ્વાચાર ઉલ્લંઘન કર્યો નહીં. તેથી તેમના શિષ્ય કે જે પદમી પાટે બિરાજમાન હતા તે શ્રી આનંદવિમલસૂરિએ સંવત ૧૫૮૨માં ક્રિયોદ્ધાર કરેલો. ત્યારબાદ પ૭મી પાટે વિજયદાનસૂરિ, ૫૮મી પાટે વિજયહિરસૂરિ, પ૯મી પાટે વિજયસેનસૂરિ, ૬૦મી પાટે વિજયદેવસૂરિ, ૪૧મી પાટે વિજયસિંહસૂરિ તથા વિજયપ્રભસૂરિ થયા. આટલી પાટની સંયમપ્રવૃત્તિનો પટ્ટ સર્વ સંઘમાં સુપ્રસિદ્ધ છે. તેથી શિથિલાચારપ્રવૃત્તિ થઈ જણાતી નથી. વિજયસિંહસૂરિજીની હિતશિક્ષાથી પ્રદર્શનને ત્તા મહોપાધ્યાય યશોવિજયજીએ સ્વગચ્છમાં કેટલાકને ક્રિયાશિથિલ મુનિ જાણીને ઢંઢકમત પાખંડ દૂર કરવાને માટે ક્રિયોદ્ધાર કર્યો. પણ પાટ ગચ્છપ્રવૃત્તિમાં શિથિલાચાર જાણી ક્રિયોદ્ધાર કર્યો સંભવતો નથી. કેમ કે અમારા ગુરુ શ્રી વિજય રાજેન્દ્રસૂરિજીની પાંચમી પેઢીએ અને સુધર્મબૃહતપાગચ્છની ૬૨મી પાટે