________________
૧૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના જેની ગુરુપરંપરામાં સંયમી ગુરુનો અભાવ થયો હોય, સાધુસામાચારી સર્વથા ઉચ્છિન્ન થઈ હોય તેને અન્ય સંઘાડાના મુનિ પાસે ફરી દીક્ષા લેવાની શાસ્ત્રમાં વાત કહી છે, પણ બીજાને કહી નથી તે પાઠ નીચે મુજબ છે : મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનનો શાસ્ત્રપાઠ : तत्पाठः ॥ सत्तद्गुरुपरंपराकुसीले एगदुतिपरंपराकुसीले थे पाठ શ્રી મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયન મધ્યે છે. તેનો અર્થ પૂર્વાચાર્ય પરંપરાએ કરતા આવ્યા તેમજ અમારા પૂર્વાચાર્યોએ એ પાઠનો અર્થ એવી રીતે કર્યો છે, તે પાઠપૂર્વક અર્થ લખીએ છીએ. તથા પથવિહીક્ષિતसाधोर्गणो भवति नवेति प्रश्नो पार्श्वस्थादिदीक्षितमुनेर्गणो भवति । यदुक्तं महानिशीथतृतीयाध्ययनप्रांतप्रस्तावे सत्तद्गुरुपरंपरकुसीले एगबितिगुरुपरंपरकुसीले इत्यस्यार्थोऽत्र विकल्पद्वयभणनादेवमवसीय ते यदेकद्वित्रिगुरुपरंपरा यावत्कुशीलत्वेऽपि तत्र साधुसामाचारी सर्वथोच्छिन्ना न भवति, तेन यदि कश्चित् क्रियोद्धारं करोति तदान्यसांभोगिकादिभ्यश्चारित्रोपसंपदमगृहीत्वैव क्रियोद्धारं करोति નાચથતિ છે.
ભાવાર્થ :- પાર્થસ્થાદિક દીક્ષિત સાધુનો ગચ્છ હોય કે ન હોય ? તેનો જવાબ એ છે કે પાર્થસ્થાદિક દીક્ષિત પણ મુનિગણ હોય. તે મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનના અંતિમ પ્રસ્તાવમાં કહ્યું છે કે “સાત-આઠ ગુરુપરંપરા કુશીલ, એક-બે-ત્રણ ગુરુપરંપરા” એનો અર્થ અહીંયાં વિકલ્પ બેનું કથન કરવાથી એમ જણાય છે કે એક, બે, ત્રણ ગુરુપરંપરા સુધી શિથીલાચારાદિ પ્રવૃત્તિ થતાં પણ સાધુસામાચારી સર્વથા ઉચ્છિન્ન થતી નથી. તે માટે જો કોઈ ક્રિયોદ્ધાર કરે તો અન્ય સમુદાયના સાધુ પાસે ફરી દીક્ષા લેવાની જરૂર નથી. ફરી દીક્ષા લીધા વિના પણ કિયોદ્ધાર કરી શકે. પણ ચોથી પેઢી કે તેથી ઉપર જો શિથિલાચારની પ્રવૃત્તિ થાય તો અન્ય ગુર પાસે ફરી દીક્ષા લઈને જ ક્રિયોદ્ધાર થઈ શકે. આ પાઠમાં પાર્થસ્થાદિક