________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
દેશ-દેશાવર હું ભમ્યો રે, પામ્યો મનુષ્યભવ અવતાર, દેવ-ગુરુ લહી સેવના રે, હવે કોણ ભમે સંસાર. રત્નગુરુ..(૯) સુરીબાઈ નારી કહે કંથને રે, એવા કઠણ વચન મા બોલ, જલહરની પરે ચાલજો રે, મારગ ચાલોને જે કર્યો કોલ. રત્નગુરુ. (૧૦) સાસરવાસો તું તો પહેરજે રે, મને બાંધવ કહી બોલાવ,
આશિષ દેજો સુહામણી રે, મને કુમ-કુમ ચોખે વધાવ. રત્નગુરુ..(૧૧) ગુણ-અવગુણ વિના કિમ તજો રે, મને કેમ મેલો નિરધાર, હું છું ઉત્તમ કુલની ઉપની રે, મારી સાખ પૂરે સંસાર. રત્નગુરુ..(૧૨) મન મેં મોટાઈ હું આણતી રે, મારે રત્નસૂરિ ભરતાર,
મોટા ઠેકાણે અમે માલશું રે, મને તુમ ઉપર નિરધાર. રત્નગુરુ..(૧૩) તું છે કુમારીકા બાલિકા રે, તારે સો ઘર - સો ભરથાર,
મન ને ગમે તે આદરજો, તું તો લાહો લીજે સંસાર. રત્નગુરુ..(૧૪) માનસરોવર હંસલો રે, હવે નરકખાણે કુણ જાય ? દ્રાક્ષ-બીજોરા મેલી કરીને, કડવી લીંબોળી કોણ ખાય ? રત્નગુરુ..(૧૫) અમારે અન્ન ધન છે ઘણું રે, તું તો પીયર બેઠી ખાય,
વીરો બાંધવ તુજને મોકલશે રે, તું તો લાહો લીજે સંસાર. રત્નગુરુ..(૧૬) સાલ-દાલ-સુરહી લાપસી રે, માંહે ઘી વિના ન હુવે સ્વાદ, સાસુ-નણદલ અમને બોલશેરે, મને તમવિનાસવિવિખવાદ. રત્નગુરુ..(૧૭) નેમજીના સંજોગે આપણ ચાલશે રે આપણ રાખશું રાજુલ રીત, સૂરજની સાખે આપણે ચાલશું રે, આપણે ભવોભવ પ્રીત. રત્નગુરુ..(૧૮) માતા-પિતા નારી બુજવ્યા રે, કાંઈ લેવા સંજમ ભાર,
હર્ષકવિ મુનિ ઈમ ભણે રે, એમને વંદો વારંવાર. રત્નગુરુ..(૧૯)
// સજ્ઝાય સમાપ્ત ।।
૨૧