________________
૧૮૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર વંદનામાં પણ અરિહંત ચેઇયાણંને અંતે સિદ્ધ થયા છે અને અરિહંત ચેઇયાણંને અંતે કાઉસગ્નની સિદ્ધિ નવમી વંદનામાં સ્તોત્ર-પ્રણિધાન પણ કલ્પભાષ્ય ગાથાની સાક્ષીથી સિદ્ધ થયાં અને મહાભાષ્યના વચનથી કલ્પભાષ્ય ગાથાની સાક્ષીએ દંડક, કાઉસગ્ગ, સ્તુતિ, સ્તોત્ર, પ્રણિધાન આદિ સિદ્ધ થયાં તો કલ્પભાષ્યની ગાથામાં દંડક-કાઉસગ્ગ આદિ રહિત એકેક સૂત્ર સ્તુતિ જ જિનમંદિરમાં કહેવી તથા એક પ્રકારની જ ચૈત્યવંદના કહી છે એ તમારા કુવિકલ્પ પણ અસિદ્ધ થયા. તથા લોગસ્સને અનંતર ત્રણ થાય ત્રણ શ્લોક પ્રમાણે જ્યાં સુધી કહીએ ત્યાં સુધી દેરાસરમાં રહેવાની આજ્ઞા છે. કારણ હોય તો ઉપરાંત પણ રહેવું વગેરે વ્યવહારભાષ્ય ઉક્ત ગાથાનો અર્થ જાણ્યા વિના લોગસ્સ પ્રમુખ ત્રણ સૂત્ર થોયની જ તથા સિદ્ધાણં બુદ્ધાણંની ત્રણ ગાથા કહેવાથી જ ચૈત્યવંદના અંગીકાર કરીને કોઈ તમારા જેવા મતાંતરી કલ્પભાષ્ય ગાથોક્ત ત્રણ થોયની ચૈત્યવંદના સ્તોત્રપ્રણિધાન રહિત એક પ્રકારની જ માને પણ કલ્પભાપ્યોક્ત સંપૂર્ણ ચૈત્યવંદના ત્રણ થાયથી તથા નવ પ્રકારની ચૈત્યવંદના ન માને તેને સ્થિરાપદ્રગચ્છમંડન વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી વ્યવહારભાષ્યગાથામાં વા શબ્દ છે તેથી પક્ષાંતર સૂચન કરી ત્રણ થોયની સંપૂર્ણ ચૈત્યવંદના તથા ત્રણ થોયની મધ્યમત્યવંદના દર્શાવી મતાંતરીયોને ચૈત્યવંદનમહાભાષ્યમાં શિક્ષારૂપી દંડનો પ્રહાર આપે છે. તે પાઠ :
सुत्ते एगविहच्चिय, भणिया तो भेय साहणमजुत्तं । इय थूलमई कोई, जंपइ सुत्तं इमं सरिउ ॥२२॥ तिन्निवाक कड्डई जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं, कारणेण परेण वि ॥२३॥ भणइ गुरु तं सुत्तं, चियइ वंदणविहि परूवगं न भवे । निक्कारण जिणमन्दिर-परिभोगनिवारगत्तेण ॥२४॥ जं वास हो पयडो, पक्खंतरसूयगो तहिं अत्थि । संपुन्नं वा वंदइ, कड्डई वा तिन्निउ थुइउ ॥२५॥