________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
બુદ્ધાણંની ત્રણ ગાથા તથા લોગસ્સ પ્રમુખ એકેક સૂત્ર સ્તુતિ જ જિનમંદિરમાં કહેવી કહી છે. તથા એ કલ્પભાષ્ય ગાથામાં તો, એક પ્રકારની જ મધ્યમચૈત્યવંદના કહી છે. આદિ યદ્વા-તદ્ઘા અનેક જાતિના કુવિકલ્પ કરી જો કોઈ હાથીના દાંત જોવા ચાહે તેને ગધેડાનું શિંગડું દેખાડવાથી તે શું બુદ્ધિમાન ગણાય ? ક્યારેય ન ગણાય. કેમ કે ચૈત્યવંદનભાષ્યમાં તો કલ્પભાષ્ય ગાથામાં ‘“વિનંવ વેજ્ઞાનિ’” એ વાક્યથી ભાષ્યકારે સમય લાગતો જાણીને અને ચૈત્ય ઘણા હોય તે મતલબથી કલ્પભાષ્ય ગાથાની સાક્ષી લઈ ચૈત્યપરિપાટી આદિમાં છ ભેદ કરવા કહ્યા છે. પણ કલ્પભાષ્ય ગાથાની સાક્ષીથી સાધુ-શ્રાવકને ઉભયકાળ તથા પૂજા વખતે બાકીના ત્રણ ભેદ કરવાના નિષેધ્યા નથી. કેમ કે કલ્પભાષ્ય ગાથાની સાક્ષીથી મહાભાષ્યકારે સાધુ તથા શ્રાવકને ચૈત્યપરિપાટી આદિમાં છ ભેદની ચૈત્યવંદના ત્રણ થોયથી કરવાની કહી તો કલ્પભાષ્ય ગાથાની સાક્ષીએ મહાભાષ્યકારના વચનથી સાધુ-શ્રાવકને ઉભયકાળ તથા પૂજા વખતે નવ ભેદમાંથી ઉત્કૃષ્ટ ત્રણ ભેદની ચૈત્યવંદના પણ ત્રણ થોયથી કરવાની સુતરાં સિદ્ધ થઈ . કેમ કે મહાભાષ્યકારે કલ્પભાષ્ય ગાથાની સાક્ષીએ મધ્યમઉત્કૃષ્ટ વંદના ત્રણ થોયથી કહી તો નમુત્ક્ષણં સંયુક્ત સાતમી વંદના પણ ત્રણ થોયથી સિદ્ધ થઈ અને સાતમી વંદના સિદ્ધ થઈ તો ત્રણ થોયનું યુગલ જોડલું એટલે છ થોયથી આઠમી વંદના પણ કલ્પભાષ્યની સાક્ષીએ સિદ્ધ થઈ. આઠમી વંદના સિદ્ધ થઈ તો નવમી વંદના પણ કલ્પભાષ્ય ગાથાની સાક્ષીથી સ્તોત્ર-પ્રણિધાન સહિત છ થોયથી સિદ્ધ થઈ અને મહાભાષ્યકારના વચનથી કલ્પભાષ્યની સાક્ષીથી નવ ભેદની વંદના સિદ્ધ થઈ તો કાઉસગ્ગ આદિ સ્તુતિ-પ્રણિધાન પણ સિદ્ધ થયાં. કેમ કે તમે પણ ચતુર્થસ્તુતિનિર્ણય પાના ૧૮ તથા ૯૨ ૫૨ મહાભાષ્યના સામાન્ય વચનથી મધ્યમઉત્કૃષ્ટ વંદનામાં નમુન્થુણં તથા અરિહંત ચેઇયાણું ગ્રહણ કર્યા તો અરિહંત ચેઇયાણને અંતે કાઉસગ્ગ તો સિદ્ધ થયો જ. કેમ કે જિનશાસ્ત્રોમાં અરિહંત ચેઇયાણું તથા કાઉસગ્ગના અંતમાં જ ચૂલિકાસ્તુતિ કહેવાની કહી છે. અને કારણમાર્ગે પૂર્વધર તથા પૂર્વાચાર્યોની પ્રવૃત્તિ પણ એમ જ છે. તેથી મહાભાષ્યકારના વચનથી કલ્પભાષ્યગાથાની સાક્ષીએ સાતમી-આઠમી
૧૮૫