________________
૧૮૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર व्याख्या - प्रणिधानं चेत्यनेन सम्पूर्णचैत्यवन्दनविधिः सूचितस्ततः प्राग्वत्प्रणिधानावसानं चैत्यवन्दनं कृत्वा कुर्यादन्यदिदमासनोपदीमानतया प्रत्यक्षं ॥
ભાવાર્થ :- ગાથામાં પ્રણિધાન કહીને સંપૂર્ણ ચૈત્યવંદનાવિધિ સૂચન કર્યો તે કારણથી પૂર્વની જેમ જયવીયરાય સુધી ચૈત્યવંદના કરીને નજીક દર્શાવેલા પ્રત્યક્ષ કાર્યો કરવા. એ પાઠમાં પ્રણિધાન સહિત ચૈત્યવંદના કહી. સાધુને તે સંપૂર્ણ ચૈત્યવંદના ઉભયકાળ જિનગૃહમાં તથા શ્રાવકને ત્રિકાળપૂજા વખતે મહાભાષ્ય આદિમાં કરવી કહી છે. તેમજ કલ્પભાષ્યમાં પણ શ્રી પ્રદ્યુમ્નસૂરિએ ત્રણ ભેદના ઉપલક્ષણથી નવ ભેદની ચૈત્યવંદના દર્શાવ્યા છતાં શ્રાદ્ધવિધિ પ્રમુખ અનેક ગ્રંથોમાં પણ પૂર્વોક્ત હેતુથી સંપૂર્ણ ચૈત્યવંદના દર્શાવી છે. પણ પૂર્વોક્ત નવ ભેદમાંથી કેવળ ચૈત્યપરિપાટીની જ છઠ્ઠા ભેદની જ ચૈત્યવંદના દર્શાવી નથી. વળી તમે જૈનતજ્વાદર્શ પુસ્તક રચ્યું તે વખે તમારી સમદષ્ટિ હતી. તેથી જૈન તત્ત્વાદર્શ પાના નં. ૪૧૭ પર લખેલા અભિપ્રાય પ્રમાણે સર્વ જિનમંદિરોમાં ત્રણ થોયની ચૈત્યવંદના કરવી લખી. પણ હવે પ્રતિક્રમણના આદિ-અંતની સામાયિકમાં પોતાની કલ્પિત પરંપરા ચોથી થાયથી રૂઢ પરંપરા કરતાં દેખી પોતાની પુજામાનતા ઘટવાના ભયથી તમારી વિષમદષ્ટિ થઈ. તેથી જેમ સાપ છછૂંદર પકડીને પસ્તાય તેમ લોક કહેવતે જો પૂર્વધરોના યથાર્થ વચન લોકો આગળ બોલો તો પોતાની રૂઢિ પરંપરાની તથા પૂજા માનતાની હાનિ પ્રાપ્ત થાય અને અયથાર્થ વચન પ્રકાશો તો ભવસમુદ્રમાં તરવાની આશંકા તો દૂર રહી, પણ વિદ્વાનોની આગળ બોલતાં જીભ અચકાવવાથી મૌનપણું ધારણ કરવું પડે આદિ પશ્ચાત્તાપથી કલ્પભાષ્ય ઉક્ત ત્રણ થોયની ચૈત્યવંદનાને કોઈ ઠેકાણે તો છઠ્ઠા ભેદની જ ચૈત્યવંદના લખીને લોકોને ભરમાવી દુર્ગતિના પરોણા કરવા માટે ચૈત્યપરિપાટીની આડશ લઈ ઉભયકાળની ત્રણ થોયની ચૈત્યવંદના નિષેધ કરો છો. અને કોઈ ઠેકાણે જિનગૃહમાં પ્રતિક્રમણના આદિ-અંતની આડશ લઈ ત્રણ થોયની ચૈત્યવંદનાને નિષેધો છો. વળી, કોઈ ઠેકાણે પોતાના મતની પૂંછડી વાંકી કરવા માટે લોકોને મુખથી ભરમાવો છો કે, કલ્પભાષ્ય ગાથામાં કાઉસગ્ગ આદિ કહ્યા નથી. તેથી સિદ્ધાણં