________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૮૩
એ સામાચારી કલિકાલસર્વજ્ઞબિરુદધારક, સાડા ત્રણ કરોડ શ્લોકના કર્તા, શ્રી હેમચંદ્રસૂરિજીના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી પ્રમુખ આચાર્યોએ જેના બનાવેલા ગ્રંથોની ટીકા કરી એવા મૂલશુદ્ધિસ્થાનકપ્રકરણ તથા પ્રવ્રજ્યાવિધાનવૃત્તિ પ્રમુખ જ્ઞાનગર્ભિત અનેક ગ્રંથોના કર્તા, વિક્રમ સંવત ૯૦૦ની સાલમાં શ્રી તપાગચ્છની બત્રીસમી પાટે થયેલા શ્રી પ્રદ્યુમ્નસરિજીની રચેલી છે એ ગ્રંથની સમાપ્તિમાં “સામાયરીત્રકારસહિનું સયં સમ્મત્ત” એવું લખ્યું છે. એનું જીર્ણ પુસ્તક શ્રી અમદાવાદ પાંજરાપોળમાં શેઠ હઠીસિંહજી કેશરીસિંહજીના ધર્મઉપાશ્રયમાં શેઠ જયસિંહભાઇ હઠીસિંહજીના જ્ઞાનભંડારમાં છે. તથા એ સામાચારીનું જૂનું પુસ્તક અમારી પાસે પણ છે. કોઈને શંકા હોય તો દેખી લેવું. એ સામાચારીમાં પણ કલ્પભાષ્યની ગાથામાં વા અને અપિ શબ્દ ગ્રહણ કરવાથી ઉત્કૃષ્ટચૈત્યવંદના ત્રણ થોયની કહી તો ઉત્કૃષ્ટના ત્રણ ભેદ પણ ત્રણ થોયથી સિદ્ધ થાય છે. છતાં પણ ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. ૩૩ પર વંદનપયજ્ઞોક્ત ચૈત્યવંદના આશ્રયીને લખે છે કે, “આ પયજ્ઞામાં ત્રણ થોયથી ચૈત્યવંદના કરવી કહી છે તે પૂર્વે કહેલા મતભેદમાંથી છઠ્ઠા મધ્યમઉત્કૃષ્ટ ભેદની ત્રણ થોયથી ચૈત્યવંદના શ્રી જિનમંદિરમાં કરવી કહી છે, પરંતુ પ્રતિક્રમણના આદિ-અંતમાં ચૈત્યવંદના કરવી કહી નથી.”
એવું આત્મારામજી લખે છે તે પણ વિચારવિનાનું લખે છે. કેમ કે પોતાના હાથથી જ છઠ્ઠા ભેદની ચૈત્યવંદના તો સ્તવ-પ્રણિધાન રહિત ત્રણ થોયની લખે છે, ને વંદનપયજ્ઞામાં તો સ્તોત્ર-પ્રણિધાન સહિત ત્રણ થોયથી છઠ્ઠા ભેદની ચૈત્યવંદના લખી છે તો કેમ કહેવાય. પણ જૈનશાસ્ત્રોમાં કોઈ ઠેકાણે તો જઘન્યઉત્કૃષ્ટચૈત્યવંદનાનો ભેદ દર્શાવ્યો છે તો કોઈ ઠેકાણે મધ્યમઉત્કૃષ્ટનો જ ભેદ દર્શાવેલો છે, તો કોઈ ઠેકાણે ઉત્કૃષ્ટઉત્કૃષ્ટનો ભેદ દર્શાવેલો છે. પણ જ્યાં પ્રાર્થના પ્રણિધાન દર્શાવેલાં હોય ત્યાં તો ત્રણ ભેદ માંહેલી ઉત્કૃષ્ટ અને નવ ભેદ માંહેલી ઉત્કૃષ્ટઉત્કૃષ્ટચૈત્યવંદના ભેદ સમજવો. यदुक्तं तपागच्छाधिराज श्रीदेवेन्द्रसूरिभिः श्रीश्राद्धदिनकृत्यवृत्तौ पणिहाणं च काऊण इति गाथा