________________
૧૭૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠારા નિરંતર કહેવાનો નિયમ નથી એવું કહી નિષેધી. તથા શ્રી સેનસૂરિજીને વારે દેવસીપ્રતિક્રમણના અંતમાં નિરંતર કોઈ-કોઈ ઠેકાણે લઘુશાંતિ કહેવાની રૂઢિ ચાલી તે સંભવે છે. કેમ કે પૂર્વે પખી, ચઉમાસી અને સંવત્સરી પ્રતિક્રમણને અંતે તો બૃહદુશાંતિ કહેતા જ હતા, પણ લઘુશાંતિની પ્રવર્તના ચાલી તેથી શ્રી સેનસૂરિજીએ અન્ય દિવસનો નિયમ નથી એવું કહી નિષેધી. તેથી વિક્રમ સંવત ૧૭૪૪ની સાલમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ પ્રતિક્રમણગર્ભહેતુ સજઝાય બનાવી તેમાં પણ દેવસીપ્રતિક્રમણની વિધિમાં લઘુ તથા મોટી એકેય શાંતિ કહેવી લખી નથી, પણ પખી પ્રતિક્રમણની વિધિમાં પખી પ્રમુખ પ્રતિક્રમણને અંતે સામાયિક પારીને મોટી શાંતિ સિવાય દેવની પ્રતિક્રમણના અંતમાં લઘુશાંતિ નિરંતર કહેવાની રૂઢિ જણાતી નથી. અહીં કોઈ કહેશે કે “એવા ઉપાધ્યાયજીના વચન નથી તેને કહીએ કે સામાયિકમાં તથા સામાયિક લઈને મોટી શાંતિ કહેવી એવા પણ ઉપાધ્યાયજીના વચન નથી. તેથી “સઝાયને ગુરુશાંતિ વિધિશું, સુજલીલા પામીએ” એ વચનથી જ સામાયિક પાર્યા પછી મોટી શાંતિ કહેવી સિદ્ધ થાય છે. કેમ કે ઉપાધ્યાયજીએ મૂળ વિધિએ દેવસી-પ્રતિક્રમણમાં રાત્રિપહોર સુધી સજઝાય તથા દ્વાદશાંગી ભણે ત્યાં સુધી કહી. તેમ અહીં પણ મૂળ વિધિએ સજઝાય કરીને વિધિયુક્ત શાંતિ ભણવી કહી. મૂળ વિધિ મોટી શાંતિની ટીકામાં પ્રતિક્રમણને અંતે સામાયિક પાર્યા પછી જ સંભવે. કેમ કે સામાયિક પાર્યા પછી જ પ્રતિક્રમણનો અંત ગણાય. તેથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી પછી કોઈ કોઈ ઠેકાણે પ્રતિક્રમણના અંતમાં નિરંતર શાંતિ કહેવાની રૂઢિ ચાલતાં ચાલતાં હમણાં વર્તમાનકાળમાં પ્રાયઃ સર્વત્ર ઠેકાણે પ્રતિક્રમણના અંતમાં નિરંતર લઘુશાંતિ કહેવાની રૂઢિ પ્રવર્તના, તેમ શ્રી તપાગચ્છના પૂર્વાચાર્યોના લેખ નથી, તોપણ હમણાં પડાવશ્યકના અર્થની બાલાવબોધની ચોપડીઓ છપાઈ છે, તેમાં દેવસીપ્રતિક્રમણની વિધિમાં લઘુશાંતિ અને પષ્મીપ્રમુખની વિધિમાં મોટી શાંતિ કહેવી કહી છે. ટીકાકારને અવસરે મોટી શાંતિમાં “યત્રીન્નીત્ર-વસાનેપુ” એવા પાઠ જૂની પ્રતોમાં હતો તેથી ટીકાકારે પાઠાંતર પણ ન કર્યો. તોપણ હમણાં તે પદને ઠેકાણે “યત્રીશ્નાત્રીદ્યવસાનેપુ” એવો અર્થ લખીને પ્રતિક્રમણમાં