SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૧૭પ શાંતિ કહેવાની રૂઢિને દઢ કરે છે. તે તપાગચ્છના પૂર્વાચાર્યોથી વિરુદ્ધ છે. તેને દેખી કેટલાક અજાણ લોકો કહે છે કે, શાંતિ કહ્યા વિના પ્રતિક્રમણ પૂરું થયું ન કહેવાય. એમ કહીને પૂર્વાચાર્યોની આશાતના કરે છે. આવું શ્રી ખરતરગચ્છવાળા કરતાં નથી. કેમ કે ખરતરગચ્છમાં તો વિક્રમ સંવત ૧૬૮૧ની સાલ સુધી તો શાંતિ કહેવાની રૂઢિ જણાતી જ નથી. કેમ કે શ્રી સમયસુંદરજી ઉપાધ્યાયજી તથા બીજા પણ આચાયોએ પોતાના ગચ્છના સામાચારીશતક પ્રમુખ ગ્રંથો બનાવ્યા છે. તેમાં પાંચે પ્રતિક્રમણનો વિધિ તો લખ્યો છે, પણ પ્રતિક્રમણના અંતમાં શાંતિ કહેવી તેવું કોઈપણ ગ્રંથમાં લખેલું જણાતું નથી. પણ વર્તમાનકાળમાં શ્રી તપાગચ્છમાં શાંતિ કહેવાની રૂઢિ ચાલી તેમ ખરતરગચ્છમાં વર્તમાનકાળમાં નિરંતર શાંતિ કહેવાની રૂઢિ ચાલુ નથી. પણ થોડા કાળમાં પષ્મી આદિ પ્રતિક્રમણમાં લઘુશાંતિ કહેવાની રૂઢિ પ્રવર્તી દેખાય છે. તેથી વિક્રમ સંવત ૧૯૩૬ની સાલમાં પંડિત મુક્તિકમલ મુનિએ કલકત્તામાં શ્રી ખરતરગચ્છસામાચારીની રત્નસાગર નામની ચોપડી છપાવી. તેમાં પખી, ચઉમાસી, સંવત્સરી પ્રતિક્રમણના અંતમાં લઘુશાંતિ કહેવાની લખે છે. તે રત્નસાગર ચોપડીના પાના નં. ૨૭૦માં જેમ છે તે ભાષામાં લખીએ છીએ : तथा तीने पर्वपडो स्तवन अजितशांति कहणो तथा पमिक्कमणो पूरो हुवां पछे एक श्रावक गुर्वाज्ञाये नमोर्हत्सिद्धा कही शांतिस्तोत्र १७ गाथा प्रमाण कहे बीजा सर्व सुणे. जिणाने रात्रीपोषह न हुवे (ते) पोसह सामायिक पारी सांभले. इति पाक्षिकादि (३) पडिक्कमणविधिः ॥ ઉપર લખ્યાનો સારાંશ એ છે કે તપાગચ્છ તથા પૂર્વાચાર્યોને વારે લઘુ તથા બૃહશાંતિ કાર્યને અવસરે, અજિનમંદિરમાં વિધિયુક્ત ભણતાં અને ત્યારપચ્છી વર્તમાન નિકટવર્તી તપાગચ્છના પૂર્વાચાર્યોને વારે પધ્ધી પ્રમુખ ત્રણ પ્રતિક્રમણના અંતમાં સામાયિક પારી એક શ્રાવક શાંતિ કહેતો ને બીજા શ્રાવક સાંભળતાં, પણ પ્રતિક્રમણના અંતમાં લઘુશાંતિ કહેવી એવું કથન તો કોઈ તપાગચ્છના આચાર્યનું નથી.
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy