________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૭૩ દિવસ તથા રાત્રિ પખ્ખી પ્રતિક્રમણની જ કહેવાય છે. તેથી પષ્મી વગેરે પ્રતિક્રમણ કર્યા પછી પૂજા-ઉપચારનો સામાન લાવી બીજા દિવસ જિનગૃહમાં વિધિયુક્ત શાંતિ ભણવી. એમ ટીકાના અભિપ્રાયથી સંભવ થાય છે. અને જો પ્રતિક્રમણાંત શબ્દથી પબ્બી વગેરે પ્રતિક્રમણનો અંત ગ્રહણ કરીએ તો પ્રતિક્રમણનો અંત એટલે સમાપ્તિ. શાસ્ત્રમાં ખામણા ખમાવી, ખમાસમણ આપી ચાર પખ્ખી ખામણાં ખમાવી, “કૃષ્ણામો મજુસર્ફેિ કહે ત્યાં પણ પ્રતિક્રમણનો અંત કહેવાય છે. તે ઠેકાણે શાંતિ કહેવી સિદ્ધ થાય. પણ હાલ તે પ્રમાણે કોઈપણ કરતાં દેખાતાં નથી. તેથી દિવસ રાત્રિના પષ્મીપ્રતિક્રમણને અંતે એટલે બીજા દિવસે દેવસિ પ્રતિક્રમણના અંતે સામાયિક પાર્યા પછી શાંતિ કહેવી એવું “બૃહશાંતિ'ની ટીકાના અભિપ્રાયથી ટીકાકારને વારે સિદ્ધ થાય છે. ત્યારપછી વિક્રમ સંવત ૧૬૭૧ના વર્ષમાં તપગચ્છનાયક શ્રી સેનસૂરીશ્વરજીના સ્વર્ગ પ્રાપ્ત થયા પહેલાં દેવસી પ્રતિક્રમણના અંતમાં કોઈ-કોઈ ઠેકાણે નિરંતર શાંતિ કહેવાની પ્રવર્તના ચાલી ત્યારે શ્રી મુલતાન સંઘે શ્રી સેનસૂરિજીને પ્રશ્ન પૂછાવ્યો. તે પાઠ :
अथ मूलतानसंघकृतानुयोजनानि तत्प्रतिवचांसि च यथा तथा सर्वैः पाक्षिकप्रतिक्रमणे शांतिरवश्यं कथ्यते कैश्चित् पुनरन्यस्मिन् दिनेऽपि कथ्यते तत्किमस्तीति ?
उत्तर :- पाक्षिकप्रतिक्रमणे परंपरया शांतिरवश्यं कथ्यतेऽन्यस्मिन् दिने तु कथनमाश्रित्य नियमो नास्तीति ॥५७॥
પ્રશ્ન :- પાક્ષિકપ્રતિક્રમણે પરંપરથી શાંતિ કહે છે. અને કોઈક વળી અન્ય દિવસે કહે છે, તે કેમ ?
ઉત્તર :- પરંપરાથી પાક્ષિકપ્રતિક્રમણમાં શાંતિ અવશ્ય કહે છે. અન્ય દિનમાં તો કહેવાનો નિયમ નથી.
એ પ્રશ્નોત્તરના અભિપ્રાયથી શ્રી તપાગચ્છમાં વિક્રમ સંવત ૧૬૪૪ પછી કેટલાક વર્ષ સુધી પષ્મી પ્રમુખ પ્રતિક્રમણમાં મોટી શાંતિ કહેવાની રૂઢિ ચાલી. તે પછી કેટલાક વર્ષો સુધી ક્યાંક ક્યાંક નિરંતર દેવસી પ્રતિક્રમણના અંતમાં મોટી શાંતિ કહેવાની રૂઢિ ચાલી. તેથી શ્રી સેનસૂરિજીએ