________________
૧૭૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ધર્મકાર્યની સમાપ્તિમાં માંગલિકને અર્થે શાંતિની ઉદ્ઘોષણા કરવી તે વિધિ
એક અધિક ગુણવંત શ્રાવક ઊભો થઈ શાંતિ માટે નળીવાળો કળશ પોતાના ડાબા હાથમાં પકડી ઉપર જમણો હાથ રાખી ચોખ્ખા પાણીથી ભરીને ઊભો રહે તે વખતે ધૂપની સુગંધ હોય, તેણે ગળામાં ફૂલની માળા પહેરી હોય, વળી સ્નાનથી બાહ્ય અને અત્યંતર મળ રહિત થઈ, પૂજાના વસ્ત્રો પહેરી, ચંદનનું વિલેપન કરી, અલંકારો પહેરી, મોટા અવાજે શાંતિ બોલે. શાંતિપાઠ કર્યા પછી તે તથા બીજા પણ શાંતિકળશનું પાણી પોતાના શ્રેય માટે મસ્તકે ચઢાવે એટલે શાંતિ ભણવાનો વિધિ સંપૂર્ણ થયો.
હવે વળી સ્તોત્રને અંતે ભવ્યપ્રાણી શું કરે છે? તે કહે છે, કલ્યાણયુક્ત ભવ્ય પ્રાણી તીર્થકરોના સ્નાત્ર મહોત્સવ પ્રાંતે નૃત્ય કરે, પંચવર્ણા ફૂલ, મણિ-મોતીનો વરસાદ વરસાવે, મંગળદાયક ગીત ગાય, વળી જિનસ્તુતિરૂપ સ્તોત્ર ભણે. વળી તીર્થકરોના નામ-ગોત્ર ઉચ્ચારણ કરે, અથવા તીર્થકરોના વંશનું વર્ણન કરે, મંત્રગર્ભિત સ્તવન ભણે આદિ જિનસ્નાત્રને અંતે કલ્યાણ ઇચ્છતા ભવ્યપ્રાણીઓ કરે.
અહીં શાંતિપાઠમાં પૂજા, યાત્રા, સ્નાત્રાદિક મહોત્સવના અંત પછી શાંતિ ઉદ્યોષણા કરે તે પણ અહો ભવ્ય જીવો સાંભળો ... એમ કહે. આદિ શબ્દથી શાંતિપઠનવિધિમાં, શાંતિપાઠમાં જ શાંતિ પ્રતિષ્ઠાદિક કૃત્યો સૂચન કર્યા. તેથી ટીકાકારે આદિ શબ્દથી શ્રવણવિધિમાં બીજા કૃત્ય સૂચન કર્યા. શાંતિપાઠના મૂળમાં તથા શબ્દ વળી ચ શબ્દ પ્રમુખ નથી, તોપણ પોતાના ગચ્છમાં કોઈ કારણથી ચાલેલી રૂઢિ જણાવવાને તથા અને ચ શબ્દથી પમ્પી, ચઉમાસી, સંવત્સરી પ્રતિક્રમણના અંતે અવશ્ય બૃહદૃશાંતિ ભણવી કહી, પણ દેવસિઅ પ્રતિક્રમણના અંતમાં ભણવી કહી નથી. હવે આગળ શાંતિ બોલવાની વિધિમાં જે વાતો કહી છે તે વિધિ પક્ની વગેરે પ્રતિક્રમણ કર્યા પછી કેવી રીતે બની શકે? કારણ કે જૈનશાસનમાં મહોત્સવ આદિ કૃત્યો રાતે કરવા કહ્યાં નથી. તેથી ટીકાકારે પ્રતિક્રમણાંત વાક્યથી દિવસ રાત્રિનો અંત પણ સૂચન કર્યો સંભવે છે. કેમ કે વર્તમાનકાળે પણ