________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૫૧ કે કલ્પભાષ્યની ગાથાથી તો ટીકાકારે ચોથી થાય “નવી” લખી છે. ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ત્રણ થાયથી સિદ્ધ કરી છે. તો મધ્યમ ચૈત્યવંદનામાં ચોથી થાય ક્યાંથી આવે ?
તથા અપરેતાહુ એ વાક્યથી પણ પરમતનું દેખાડવું તથા પરમતની વાત કદાચ સિદ્ધ થાય તોપણ તમારો ઉપર લખેલો મત સિદ્ધ થતો નથી. કારણ કે અપરેત્યાહુ એ પરમત વ્યાખ્યાનમાં પાંચ શકસ્તવ અને પાંચ અભિગમ આદિ પૂજા સંયુક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે વાચનાંતરે અન્ય પૂર્વાચાર્ય પાંચ શકસ્તવે ચૈત્યવંદના કહે છે. તે પાઠ : तथा चोक्तं श्रीचैत्यवन्दनमहाभाष्ये - अन्ने भणंति पणिवायदंडगेणं एगेण जहन्नवंदण नेया । तदुगतिगेण मज्झा, उक्कोसा चउहिं पंचहिं वा ॥६७॥
અર્થ :- એ અભિપ્રાય જણાવ્યો છે પણ ટીકામાં આઠ થોયની કોઈ વાત નથી તોપણ આત્મારામજી પાના સાત અને આઠ પર આઠ થોયની ચૈત્યવંદના તથા પાંચ શક્રસ્તવરૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં આઠ થોય કહેવી કહી એવું લખે છે તેવું સાક્ષર તો ન જ લખે. કદાચ અન્ય વ્યાખ્યાનમાં પાંચ શકસ્તવ પૂજાદિ સંયુક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહી તેમાં થોયના અક્ષર નથી. કદાચ ગ્રંથાંતરોના આશયથી થોય ગ્રહણ કરીએ તો ગ્રંથાંતરોમાં પૂર્વધર અનુયાયી છ થાયથી, તથા પશ્ચાત્કાલવર્તી ગીતાર્થઆચરણાથી પૂજાદિ વિશઇષ્ટ કારણે આઠ થાયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના સિદ્ધ થાય છે. પણ પંચાશક ટીકાના અભિપ્રાયથી તો ત્રણ થાય તથા છ થાયથી જ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના સિદ્ધ થાય છે. ચાર કે આઠ થાયથી સિદ્ધ થતી નથી.
ઉપર લખ્યાનો અભિપ્રાય એ છે કલ્પભાષ્ય ગાથા અનુસાર (૧) પાંચ દંડક અને ત્રણ થોયથી ટીકાકારે પૂર્વધરસંમતિથી મધ્યમચૈત્યવંદનાનું સ્વરૂપ જણાવ્યું. (૨) કોઈક પાંચ દંડક અને સંકેતભાષાથી ચોથી થોય સહિત મધ્યમચૈત્યવંદના માને છે તેને ચોથી થોય નવીન દર્શાવીને, ચોથી થાયથી મધ્યમચેત્યવંદનાનો અભાવ દર્શાવ્યો. (૩) પાંચ દંડક અને ત્રણ થાય પ્રણિધાનપાઠ સહિત પૂર્વધર તથા પૂર્વાચાર્યોની સંમતિથી ઉત્કૃષ્ટચૈત્યવંદનાનું