________________
૧૫૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સ્વરૂપ જણાવ્યું. (૪) પાંચ શક્રસ્તવ અને પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજાદિક સંયુક્ત વાચનાંતરે ઉત્કૃષ્ટચૈત્યવંદના બતાવી. આ ચાર વાત શ્રી અભયદેવસૂરિજીએ બતાવી. તેમાં ત્રીજી વાત સિવાય કોઈપણ વાતમાં શ્રી અભયદેવસૂરિજીએ અસંમતિ બતાવી નથી. અને પૂર્વપક્ષના અભિપ્રાયથી બીજી તથા ચોથી વાતમાં કોઈકના મતની અપેક્ષા કહીએ તો ચાલે, પણ પહેલી અને ત્રીજી વાતમાં તો કોઈના મતની અપેક્ષા સંભવે જ નહીં. તો તીનમત અભયદેવસૂરિએ બતાવ્યા છે એવું લખવું આત્મારામજીનું સાવ અસત્ય છે. કારણ કે અભયદેવસૂરિએ ચોથી થોયના મત સિવાય બાકીના મતમાં અસંમતિ બતાવી નથી. તેથી ત્રણ વ્યાખ્યાન તથા બે મતને તો શ્રી અભયદેવસૂરિએ સ્વસંમત દેખાડ્યા અને એક વ્યાખ્યાન તથા એક મતને અસંમત દેખાડ્યો.
હવે બુદ્ધિવંત અપક્ષપાતી પુરુષોએ વિચાર કરવો જોઈએ કે પૂર્વપક્ષી ચતુર્થસ્તુતિનિર્ણયમાં ઠેકઠેકાણે મધ્યમચૈત્યવંદના ત્રણ થાયથી લખે છે. પાના નં. પાંચમાં તથા છેકે પંચાશક પાઠની ભાષામાં અર્વાચીન ચોથી થોય ગ્રહણ ન કરીને ત્રણ થાયથી ઉત્કૃત્યવંદના પોતાના હાથે પોતે લખીને કલ્પભાષ્ય ગાથામાં ત્રણ થોયના પ્રગટ અક્ષર છતાં ચાર થોય તથા આઠ થોયના પંચાશક ટીકામાં અક્ષર નથી તોપણ કલ્પભાષ્ય ગાથાના અનુસારથી મધ્યમચેત્યવંદનામાં ચાર થાય તથા ઉત્કૃષ્ટચૈત્યવંદનામાં આઠ થોય કહેવી કહી છે. આ લખવું તે કેવળ ઉસૂત્રભાષણરૂપ નરકનો ટોપલો પોતાના મસ્તકે ચઢાવીને ભોળા લોકોને કુયુક્તિના ફંદામાં નાંખવાને લખ્યું છે. કેમ કે, પૂર્વપક્ષીના મત અનુસાર શ્રી અભયદેવસૂરિજીએ અર્વાચીન ચોથી થોય સ્વસંમત કહી નથી તેમ પ્રાચીન પણ સ્વસંમત કહી નથી તો કલ્પભાષ્ય ગાથાને અનુસાર મધ્યમત્યવંદનામાં ત્રણ થાય કહી અને ઉત્કૃષ્ટચૈત્યવંદનામાં પણ ત્રણ થાય તથા પંચશકતવરૂપ ઉત્કૃષ્ટ-ચૈત્યવંદનામાં છ થાય કહેવી કહી. આ ત્રણ પંચાશકના લેખને છોડીને પૂર્વધર તથા પૂર્વાચાર્યોના અસંમત પક્ષને જ માનવો તે શું સમ્યગ્દષ્ટિઓના લક્ષણ છે ? કદાચ આત્મારામજી પોતાના મનની કલ્પનાથી એમ માની લે કે શાસ્ત્રમાં કોઈકના મતથી ત્રણ થોય પણ કહી છે અને ચાર થોય પણ કહી છે. પણ