________________
૧૫૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કરતાં નથી. કોઈક ત્રણ થોય પ્રણિધાન પાઠ સહિત ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે અને કોઈક પાંચ શકસ્તવ-આઠ થોયની ઉત્કૃષ્ટ ચૈત્યવંદના માને છે. આ ત્રણ મત અભયદેવસૂરિજીએ બતાવ્યા છે. પણ આ ત્રણ મતમાં અભયદેવસૂરિજી કોઈ મતને સંમત કે અસંમત કહેતાં નથી. અભયદેવસૂરિએ કોઈકના મતે ચાર થોય નવી કહી છે પણ પોતાના મતે નવી નથી કહી”.
આવું આત્મારામજીનું લખવું તે “કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જેવું છે. કારણ કે અભયદેવસૂરિ મહારાજે “ર્વત્તિ' ૧ “%' ર - એ બે વાક્યોથી પૂર્વધર/પૂર્વાચાર્યની સંમતિ જણાવી પોતાની વાતનું સમર્થન કરે છે. પણ કોઈકનો મત બતાવવા તથા કોઈકના મતની અપેક્ષા કરીને વાત કરતાં નથી. જો આત્મારામજીના લખ્યા મુજબ કોઈનો મત બતાવવા વ્યાખ્યાન કરતાં હોત તો મધ્યમ તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાની વાતમાં પણ પૂર્વ તથા ઉત્તર પ્રકારનું સૂચન કરવા તથા શબ્દ લખી ટીકાકારે મધ્યમ તથા ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનું વ્યાખ્યાન કર્યું તેવી રીતે પરમત જણાવવા પણ “તથા” શબ્દના ઠેકાણે “જેવીદુ” આદિ વાક્ય લખી વ્યાખ્યાન કરત. પણ તે વાક્ય લખતાં નથી. તેથી તે વાદિન્ ! “ર્વત્તિ' તથા “” એ વાક્યથી મધ્યમચૈત્યવંદનાના વ્યાખ્યાનમાં “યત:' શબ્દનો હેતુ હોવાથી પૂર્વધર/પૂર્વાચાર્યની વાત સિદ્ધ થાય છે, પરમત સિદ્ધ થતો નથી.
તથા “મ7ીશું” એ વાક્યથી અન્ય કોઈનો મત સંભવે તોપણ આત્મારામજીનો ઉપર લખેલો મત સિદ્ધ થતો નથી. કારણ કે ટીકાકારે યતઃ શબ્દનો હેતુ દેઈ પૂર્વાચાર્યની સંમતિથી ત્રણ થોયની મધ્યમ ચૈત્યવંદના સિદ્ધ કરી છે અને સંકેત ભાષાથી ચોથી થાયથી અન્ય કોઈક મધ્યમ ચૈત્યવંદના કહે છે એવું કહ્યું. વળી, ચોથી થાય નિશ્ચયથી નવી કહીને પૂર્વાચાર્યના વ્યાખ્યાનની સંમતિથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના ત્રણ થાયથી સિદ્ધ કરી છે. પણ પૂર્વાચાર્યના અસંમતપણાથી ચોથી થાયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના સિદ્ધ કરેલ નથી. તેથી કુતર્કવાદી આત્મારામજી સાતમા પાના પર કલ્પભાષ્યની ગાથા અનુસાર મધ્યમ ચૈત્યવંદનામાં ચાર થોય કહી એવું યાત ચિત્ર' લખે છે તે વિદ્વાનની સભામાં ટકે તેવું નથી. કારણ