________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૪૯ तथा चोक्तं श्रीहरिभद्रसूरिभिः आवश्यकवृत्तौ पारिणामिकीबुद्ध्यधिकारे सुन्दरीनंदकथायां "मक्कडज्जुयलं विउव्वियं" ।
આ પાઠમાં યુગલ શબ્દથી કરી વાનરનું જોડલું વિકુવ્યું કહ્યું તથા શ્રી સાધુ વિજયશિષ્ય શ્રી સુખવર્ધનગણિકૃત પ્રાકૃતગાથાબદ્ધ શ્રી વર્ધમાનદેશનામાં હરિબલચરિત્રાધિકારમાં પણ યુગલ શબ્દનો અર્થ દ્વિત્વસંખ્યાવાચી લખે છે. તે ગાથા
सो हरिबलो वि जाया, जुयले तुंबं सुहाई निअभवणे । मुत्तुण निवसहाए, पत्तो पणभेई नरनाह ॥१॥
આ ગાથામાં હરિબલ પોતાને ઘેર પોતાની બે સ્ત્રીઓ અને અમૃતનું તુંબડું મૂકી રાજસભાએ જઈ રાજાને નમતો હતો.
અહીં પણ યુગલ શબ્દ દ્વિત્વસંખ્યાવાચી કહ્યો તથા વિધિવાદે પણ શ્રી પંચાશકમાં તથા શ્રી ચૈત્યવંદનમહાભાષ્યમાં શ્રી હરિભદ્રાચાર્ય તથા શ્રી શાંત્યાચાર્ય “
રંથોચનુયત્ન” તથા “વયથોનુયેત્રે '' આદિ ગાથાએ કરી યુગલ શબ્દનો અર્થ યુગ્મ તથા દ્વિત્વસંખ્યાવાચી કહ્યો છે, પણ યુગલ શબ્દનો અર્થ ચાર સંખ્યાવાચી કોઈ જૈનશાસ્ત્રોમાં લખ્યો જણાતો નથી. ચતુર્થસ્તુતિનિર્ણય પાના નં. પ પર દંડક પાંચ અને સ્તુતિ ચાર કરીને જે ચૈત્યવંદના કરે તે મધ્યમ ચૈત્યવંદના જાણવી તે વાત અસત્ય છે. કેમ કે જુગલ શબ્દનો અર્થ ચાર થાય એવું કોઈ જૈનશાસ્ત્રમાં કહ્યું જ નથી. માટે દ્વિત્વસંખ્યા એટલે કે બે જોડલા હોય તો ચાર થાય, બાકી યુગલ એટલે ચાર થાય જ નહીં. તો સિદ્ધાંતભાષાએ યુગલ એટલે ચાર કેમ કહેવાય ? માટે સમયનામ સંકેતનો તથા સમયનામ સિદ્ધાંતનો શાસ્ત્રમાં છે. પણ અહીં અન્ય કોઈકના વ્યાખ્યાનમાં અન્ય કોઈ આચાર્યયુગલનું નામ ચારનો સંકેત કરી સંકેતભાષાએ ચાર થોયનું વ્યાખ્યાન કરે છે તેથી સિદ્ધાંતભાષાથી નહીં પણ સંકેતભાષાથી ચાર થોયનો અર્થ સિદ્ધ થાય છે. વળી, ચતુર્થસ્તુતિનિર્ણયના પાના ૬ એ ૭ પર આત્મારામજી આ મુજબ લખે છે.
કલ્પભાષ્યની ગાથા અનુસાર કોઈ ચાર થોય કહેવાથી મધ્યમ ચૈત્યવંદના માને છે અને કોઈક ચાર થોયને અર્વાચીન માનીને તેને ગ્રહણ