________________
૧૪૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દંડક, ત્રણ સ્તુતિ અને પ્રણિધાન કરીને સંપૂર્ણ એટલે પરિપૂર્ણ વંદના થાય છે. ચોથી થોય નિશ્ચયથી નવી છે તે અતિશયે ઉત્કર્ષે ઉત્કૃષ્ટા કહે છે. કોઈ આચાર્ય એમ વ્યાખ્યાનમાં કહે છે કે ત્રણ સ્તુતિ, ત્રણ શ્લોક પ્રમાણેની ત્રણ શ્લોકથી જ્યાં સુધી ચૈત્યવંદના કરીએ ત્યાં સુધી સાધુનું દેરાસરમાં રહેવાની આજ્ઞા છે એ કારણ હોય તો ઉપરાંત પણ રહે. ચૈત્યવંદનાને અંતે વ્યાખ્યાના, કલ્પભાષ્યની ગાથા એટલે જયવીયરાય પાઠ મુક્તાશુક્તિમુદ્રાએ કહેવો. એ વચન આશ્રીને કહે છે. બીજા આચાર્યો એમ કહે છે કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના પાંચ શક્રસ્તવ પાઠ સહિત સંપૂર્ણ વિધિ કરીને, પંચવિધ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજા આદિ લક્ષણ વિધાન કરીને થાય છે. ખલુ શબ્દ વાક્ય અલંકારમાં છે અથવા અવધારણ અર્થમાં છે. તેનો પ્રયોગ આગળ દેખાડીશું. એવી રીતે ચૈત્યવંદના ત્રણ પ્રકારે થાય છે.
પૂજ્ય પૂર્વાચાર્ય કલ્પભાષ્યગાથાના અનુસારથી દંડકના અંતમાં ત્રણ થાયથી કરી મધ્યમ ચૈત્યવંદનાનું વ્યાખ્યાન કરે છે. અને પાંચ દંડક - ત્રણ થાય અને પ્રણિધાન પાઠ સહિત ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનું વ્યાખ્યાન કરે છે અને બીજા આચાર્ય ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાના વ્યાખ્યાનમાં પાંચ શકસ્તવ અને પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજા આદિ સંયુક્ત ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનું વ્યાખ્યાન કરે છે. આ વાત પૂર્વાચાર્યની સાક્ષીથી ટીકાકાર સિદ્ધ કરે છે અને અન્ય કોઈ કહે તો પાંચ દંડક અને ચાર થોય રૂઢીએ કરીને મધ્યમ ચૈત્યવંદનાનું વ્યાખ્યાન કરે છે. તે અને શબ્દથી કરીને મધ્યમ ચૈત્યવંદનાનો પૂર્વ પ્રકાર ત્રણ થોયનો ટીકાકાર સૂચનકારી અને ચોથી થોય નિશ્ચયથી નવીન જાણીને ઉત્તર પ્રકારમાં ગ્રહણ ન કરી અને વ્યવહારભાષ્ય કલ્પભાષ્યનું પ્રમાણ દઈને ત્રણ થાયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના સિદ્ધ કરી છે.
પ્રશ્ન:- અન્ય કોઈના વ્યાખ્યામાં તો સિદ્ધાંત ભાષાએ કરીને યુગલસ્તુતિ એટલે ચાર સ્તુતિ કરીને મધ્યમ ચૈત્યવંદનાનું સ્વરૂપ કહ્યું છે, તો તમે સંકેતભાષાએ કરીને યુગલ શબ્દ ચાર થાય કેમ કહો છો ?
ઉત્તર :- હે સૌમ્ય ! જૈનશાસ્ત્રોમાં ચરિતઅનુવાદ તથા વિધિવાદે પૂર્વાચાર્યોએ યુગલ શબ્દનો અર્થ યુગ્મ તથા દ્વિત્વસંખ્યાવાચી લખ્યો છે. તે પાઠ :