________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠારા
૧૪૭ तथा संपूर्णा परिपूर्णा सा च प्रसिद्धदंडकैः पंचभिः स्तुतित्रयेण प्रणिधानपाठेन च भवति । चतुर्थस्तुतिः किलार्वाचीनेति किमित्याह - उत्कृष्यतेत्युत्कर्षा उत्कृष्टा इदं च व्याख्यानमेकेति तिणि वा कड्डई जाव थुईओ तिसिलोगया । ताव तत्थ अणुण्णायं कारणेण परेण वि ॥
इत्येतां कल्पभाष्यगाथा "पणिहाणं मुत्तसुत्तीए" इतिवचनमाश्रित्य कुर्वन्ति । अपरे त्वाहुः - पंचशक्रस्तवपाठोपेता संपूर्णेति । विधिना पंचविधाभिगमप्रक्षिणात्रयपूजादिलक्षणेन विधानेन खलुक्यालंकारे अवधारणे वा तत्प्रयोगं च दर्शयिष्यामः । वंदना चैत्यवन्दना त्रिविधा त्रिभिः प्रकारैरेव भवतीति ।
અર્થ - નમસ્કારસિદ્ધમરુય વગેરે પાઠપૂર્વક નમસ્કારલક્ષણ કરણભૂત કરીને કરાતો નમસ્કાર એ જઘન્ય વંદના હોય છે. પાઠક્રિયાના અલ્પપણાથી ઉત્કૃષ્ટ આદિ ત્રણ ભેદ એવું કહીને પણ પ્રથમ અધ્યયનું કથન કર્યું તે આદિ શબ્દનો પ્રકારાર્થ હોવાથી દુષ્ટ નથી. એ જઘન્ય ચૈત્યવંદના તથા દંડક અરિહંત ચેઇયાણું વગેરે, વળી થાય છે તે પ્રસિદ્ધ છે. તે બંનેનું યુગલ જોડલું અથવા તે જ દંડકસ્તુતિનું જોડલું તે દંડકસ્તુતિયુગલ કહેવાય. અહીં પ્રાકૃતભાષા છે માટે પ્રથમાવિભક્તિના એકવચન તથા તૃતીયાવિભક્તિના એકવચનનો લોપ જાણવો. એ મધ્યમપાઠ ક્રિયાના હોવાથી મધ્યમ ચૈત્યવંદનાની વાત કલ્પભાષ્યની ગાથાને અંગીકાર કરી છે. તે કહે છે – > નિશ્રાકૃત-અનિશ્રાકૃત સર્વે જિનમંદિરોમાં ત્રણ થોયની ચૈત્યવંદના કરવી. સર્વે જિનમંદિરોમાં ચૈત્યવંદના કરતાં ઘણો સમય લાગે અને જિનમંદિરો ઘણા હોય અને ઘણો સમય લાગે તેમ હોય તો ત્યારે એક એક જિનમંદિરમાં એક એક થોયની ચૈત્યવંદના કરે. એ કારણથી દંડકના અંતમાં એક એક સ્તુતિ કરીએ તે દંડકસ્તુતિરૂપી યુગલ થાય એમ અન્ય કહે છે. દંડક નમુત્થણ આદિ પાંચ કરીને અને સ્તુતિયુગલ કરી સંકેતભાષા કરીને સ્તુતિ ચાર રૂઢિથી કરીને જો ચૈત્યવંદના કરે તે મધ્યમચેત્યવંદના જાણવી. પ્રસિદ્ધ પાંચ