________________
૧૨૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર प्रमाणा यावत्कर्षन्ति तावत्तत्र चैत्यायतनेऽवस्थानमनुज्ञातं कारणेन कारणवशात् परेणाप्यवस्थानमनुज्ञातमिति "उज्जिन्तसेलसिहरे" इत्याद्यपि बहुश्रुताचीर्णत्वादविरुद्धमेव ॥
અર્થ :- શરીરને નવરાવવા છતાં દુર્ગધી પરસેવો નીકળ્યા કરે છે. વળી, શ્વાસ અને અધોવાયુ પણ નીકળે, માટે દેરાસરમાં સાધુ ન રહે. અથવા શ્રુતસ્તવને અનંતર ત્રીજી થાય ત્રણ શ્લોક પ્રમાણની કહે ત્યાં સુધી દેરાસરમાં રહેવાનું કહ્યું છે. કારણ હોય તો વધુ પણ રહી શકે. ઉર્જિતસેલસિહરે આદિ પણ ગીતાર્થોએ આચર્યું. તે કહેવાનો વિરોધ નથી. એ સિદ્ધાણં બુદ્ધાણંમાં જે બે ગાથા છે તે કહેવાની આચરણા છે.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ પ્રતિમાશતકની ટીકામાં પણ ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
न चैवमविधिकृतामपि पूजयतस्तदनुमतिद्वारेणाज्ञाभंगलक्षणदोषोपपत्तिरागमप्रामाण्यात्तथाहि श्रीकल्पभाष्ये "निस्सकडमनिस्सकडे" इत्यादि १ निश्राकृते गच्छप्रतिबद्धेऽनिश्राकृते च तद्विपरीते चैत्ये सर्वत्र तिस्त्रः स्तुतयो दीयतेऽत्र प्रतिचैत्यं स्तुतित्रये दीयमाने वेलाया अतिक्रमो भवति भूयांसि वा चैत्यानि ततो वेलां चैत्यानि वा ज्ञात्वा प्रतिचैत्यमेकैकापि स्तुतिर्दातव्येति ॥
અર્થ :- અવિધિકૃત ચૈત્ય પૂજવાં એમ કહેવાથી અનુમોદનાદ્વારે કરી આજ્ઞાભંગદોષ થાય છે, એવું ન બોલવું. કારણ કે આગમમાં કહેલું છે. તે માટે તેમજ કહે છે. શ્રી કલ્પભાષ્યમાં નિશ્રાકૃત-અનિશ્રાકૃત બધા ચૈત્યોમાં ત્રણ થાયથી દેવવંદના તથા અવસર ન હોય તો એક-એક થાયથી પણ બધા ચૈત્ય વાંદવા એમાં પણ બધા ચૈત્યમાં ત્રણ થોય કહેવી કહી છે. એમ જ પ્રતિમાશતકની લઘુટીકામાં પણ ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે.
તથા શ્રી રત્નશેખરસૂરિએ પણ શ્રાદ્ધવિધિમાં ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
तथाहि श्रीकल्पभाष्ये निस्सकडेत्यादि निश्राकृते गच्छप्रतिबद्धे