________________
૧૨૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અર્થ :- આઠ પ્રકારની જિનપ્રતિમાની પૂજા કરવી એવું કહ્યું માટે તે પૂજા કેવી હોય તે કહે છે “
પુ રિયા,” ગાથાનો અર્થ એમ છે કે : કોઈ એમ કહે છે કે માતા-પિતા આદિએ કરાવેલી જિનપ્રતિમા પૂજવી. કોઈ એમ કહે છે કે પોતાની કરાવેલી પ્રતિમા પૂજવી. કેટલાક એમ કહે છે કે વિધિએ કરાવેલી પ્રતિમા પૂજવી. એમ સામાન્ય લોકોના મનમાં થયેલા વિકલ્પ દેખાડ્યાં. પણ ભાવાર્થ અહીંયાં આમ છે કે કોઈ પણ જિનપ્રતિમા તે સર્વે વિવેકી લોકોએ પૂજવી. અહીંયાં જો કોઈ એમ કહે કે અધિકારમાં એ નથી માટે એના અનુમોદનનો દોષ સંભવે. તો કહીએ કે અહીંયાં એવું ના વિચારવું. કારણ કે જિનવચન તે જ પ્રમાણ. ભાષ્યકાર એમ કહે છે કે અસંવિજ્ઞાચૈત્યમાં જે પ્રતિમા પર જાળા વગેરે હોય તો ત્યાંના પુજારી પ્રમુખને સાધુ એમ કહે, અરે તમો આમ મલિનતા શું રાખો છો ? આવું કરવાથી તમારી આજીવિકા કેમ ચાલશે ? જો તમે દેરાસરમાં સ્વચ્છતા રાખશો તો લોકો તમારો પણ સત્કાર કરશે અને તે પુજારી દેવની આવક ખાતાં હોય અને ન માને તો તેને ગુસ્સે થઈને કહે, અરે ! પાપીઓ એક તો તમે દેરાસરની આવક ખાઓ છો, અને બીજું તમે દેરાસર પણ નથી પૂજતાં ? એમ કહે. આવું કહેવા છતાંય તે જાળાં વગેરે દૂર ન કરે તો કોઈ ન દેખે તેમ સાધુ પોતે જ જાળાં દૂર કરે. આમ, સામાન્ય ચૈત્યનું કહ્યું. તથા નિશ્રાકૃત અને અનિશ્રાકૃત બંને દેરાસરે ત્રણ સ્તુતિ કહેવી. જો સમય ઓછો હોય તો બધા જ દેરાસરમાં એક-એક થાયથી ચૈત્યવંદના કરવી એમ આગમનું કહ્યું માની સર્વ દેરાસરો વાંદવા. તથા પ્રવચનસારોદ્ધાર મૂળ અને વૃત્તિમાં શ્રી નેમિચંદ્રસૂરિ તથા શ્રી સિદ્ધસેનસૂરિએ પૂર્વધર અનુયાયી ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ આગળ લખાશે. તથા શ્રાદ્ધદિનકૃત્ય મૂળમાં પણ પૂર્વધર અનુયાયી ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
दुब्भिगंधमलस्सावी तणुरप्पेस हाणया । अहोवाउवहो चेव तो चिटुंति न चेइए ॥४८॥ तिन्निवा कड्डइ जाव थुईओ तिसिलोईया । ताव तत्थ अणुन्नायं, कारणेण परेणवि ॥४९॥