________________
૧૨૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર થોય નિયમે કરીને કહેવી કહી, પણ “વા” શબ્દ ગ્રહણ કર્યો નથી. તેથી બૃહત્કલ્પચૂર્ણિ તથા આવશ્યકવૃત્તિમાં “વા” શબ્દ છે તે અવધારણ અર્થે છે એટલે “મૃત સાધુને પરઠવવાવાળા સાધુઓ ચૈત્યમાં જઈ ચૈત્યવંદના કરે, શાંતિ નિમિત્તે અજિતશાંતિસ્તવન કહે ને નિશ્ચે ત્રણ થાય હાયમાન કહે. ત્યારબાદ આચાર્ય પાસે આવી અવિધિપારિદ્રાવણિયાનો કાઉસગ્ગ કરે” એમ વા શબ્દનો અવધારણ અર્થ ગ્રહણ કરવાથી બૃહત્કલ્પભાષ્યનું કથન મળે, અન્યથા ન મળે.
માટે કલ્પસામાન્ય ચૂર્ણિમાં જે સ્થાનકે ત્રણ હીયમાન થાય કહી તે સ્થાનકે અજિતશાંતિ કહેવી ને પછી હીયમાન ત્રણ થાય કહેવી. અન્યથા તે સ્થાનકે સ્વરે કરીને હીયમાન ત્રણ થોય કહેવી ને પછી અજિતશાંતિ કહેવી એ મતથી શતપદીકારે કલ્પવિશેષચૂર્ણિ વગેરેનું અન્યથા વ્યાખ્યાન સૂચન કર્યું સંભવે છે. પણ વા શબ્દ ગ્રહણ કરીને આત્મારામજીએ અન્યથા વ્યાખ્યાન કર્યું તે સિદ્ધાંતથી મળતું સંભવતું નથી. કેમ કે બૃહકલ્પવૃત્તિકારે કલ્પવિશેષચૂર્ણિનો પાઠ વૃત્તિમાં લખ્યો છે તેમાં સિન્નિ થઈ એવો પાઠ લખ્યો છે, પણ તિત્રિ વા થઇઓ એવો પાઠ વા શબ્દ ગ્રહણ કરીને લખ્યો નથી. કોઈ જૂની પ્રતિમાં પણ “વા” શબ્દ દેખાતો નથી. તેથી અજિતશાંતિસ્તવન કહેવું અથવા ત્રણ થોય કહેવી એવું આત્મારામજી લખે છે તે અસત્ય છે. કદાચ “વા” શબ્દનો પક્ષાંતર ગ્રહણ કરી શતપદીકારનું અન્યથા વ્યાખ્યાન સિદ્ધાંતથી મળતું સ્વીકાર કરેલું સંભવે તોપણ કલ્પવિશેષચૂર્ણિ, કલ્પબૃહદુર્ભાગ્ય અને આવશ્યકવૃત્તિમાં ત્રણ થાયથી ચૈત્યવંદના કરવી કહી થી એવું આત્મારામજીનું લખવું કસ્તૂરીના બદલે કોલસા ચર્વણ કરવા જેવું સંભવે છે. કેમ કે અન્યથા તો વ્યાખ્યાનના અજિતશાંતિ કહો અથવા ત્રણ હીયમાન થાય કહો એવું “વા” શબ્દનો અક્ષરાંતર અર્થ ગ્રહણ કરવાથી સિદ્ધ થાય છે. પણ ત્રણ થોય ન જ કહેવી અને ચોથી થોય કહેવી એવું સિદ્ધ થતું નથી. માટે કોઈ કપટ કરીને શાસ્ત્રોના પાઠ દેખાડી ભોળા જીવોને ત્રણ થોયની ચૈત્યવંદના છોડાવી એકાંતે ચોથી થાય સ્થાપન કરે તેને ઉસૂત્રપ્રરૂપક સિવાય શું કહેવાય ?