________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
अमुगसुयखंधअंगउद्देसावणियं वा नंदिकड्डावणियं वासनिक्खिवं करेह एवं देव वंदावेह तओ वडूतियाहिं थुइहिं देव वंदिय बारसवत्तं वंदणं देई ।
૧૧૨
અર્થ :- અંગ ઉદ્દેશાવણ માટે અથવા નંદી કઢાવણના માટે હે ભગવાન વાસનિક્ષેપ કરો, એમ જ દેવ વંદાવો. એમ કહીને વધતી એટલે વર્ધમાન થઇ વડે કરી દેવ વાંદીને દ્વાદશાવર્ત વાંદણા દઇ નંદી કઢાવણીનો સત્તાવીશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ગ કરે.
આ પાઠમાં વર્ધમાન થોયથી ચૈત્યવંદના કરી તેમજ શ્રી બૃહત્કલ્પભાષ્યાદિક પૂર્વધર-પૂર્વાચાર્યોના ગ્રંથમાં ત્રણ થોયથી ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
निस्सकडमनिस्सकडे, वावि चेइए सव्वेहिं थुई तिनि । वेलंब चेइयाणि, नाउं इक्किक्कया वावि ॥ १ ॥
અર્થ :- નિશ્રાકૃત અને અનિશ્રાકૃત (કોઈ ગચ્છની માલિકીનું તે નિશ્રાકૃત અને કોઈ ગચ્છના પ્રતિબંધ વિનાનું તે અનિશ્રાકૃત) સર્વ દેરાસરમાં ત્રણ થોય કહેવી. દેરાસર ઘણા હોય અને સમય ઓછો હોય તો એકેક દેરાસરે એક થોયની ચૈત્યવંદના કરવી. ઉ૫૨ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યના મૂળ પાઠમાં ત્રણ થોયની ચૈત્યવંદના સર્વ જિનાલયે ક૨વી કહી. તેમજ બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં પણ ત્રણ થોયથી ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
अथ चैत्यवन्दनविधिमाह निस्सकडेति ।
व्याख्या । निश्राकृते गच्छप्रतिबद्धे अनिश्राकृते च तद्विपरीते च चैत्ये सर्वत्र तिस्रः स्तुतयो दीयंते । अथ प्रतिचैत्यं स्तुतित्रये दीयमाने वेलाया अतिक्रमो भवति भूयांसि वा तत्र चैत्यानि, ततो वेलां चैत्यानि वा ज्ञात्वा प्रतिचैत्यमेकैकापि स्तुतिर्दाव्येति ॥
અર્થ :- દરેક દેરાસરમાં ત્રણ થોય કહેવી. જો દરેક દેરાસરમાં ત્રણ સ્તુતિ કહેવાથી સ્વાધ્યાયવેળાનું ઉલ્લંઘન થાય અથવા ઘણાં દેરાસર હોય તો સમય જોઈને દેરાસર દીઠ એક-એક સ્તુતિ કહેવી.