________________
૧૧૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કલ્પચૂર્ણિમાં ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
पविठाणं चेइयवंदणे समोसरणे यो विधिर्भणति णिस्सकडगाधाવડÉ ઠંડું છે.
અહીં ચૂર્ણિકારે “વિUાં રેફયવં' આદિ ચાર ગાથાથી ત્રણ થોયની ચૈત્યવંદના કહી. અર્થ સુગમ હોવાથી વ્યાખ્યા કરેલ નથી.
આમ, પૂર્વધર-પૂર્વાચાર્યોના વખતે ત્રણ થોયની જ ચૈત્યવંદના હતી. પણ ચાર થોયની ન હતી. કારણ કે શ્રી વ્યવહારભાષ્યમાં સાધુએ ત્રણ થાયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કર્યા પછી દેરાસરમાં વધુ ન રહેવાનું સ્પષ્ટ કહ્યું છે. તે પાઠ :
दुब्भिगंधपरिस्सावी तणुरप्येस ण्हाणया । दुहावाउवहो चेव, तो चिटुंति न चेइए ॥१॥ तिन्निवाकड्डए जावत्थुतीतो तिसलो इया ताव तत्थ अणुण्णायं कारणं मिपरेणावि ॥
અર્થ : આ શરીર દુર્ગધી છે. મળથી ભરેલું છે. એમાં સર્વત્ર ગંદકી નીકળે છે. એને સ્નાન કરાવીએ તોપણ ઊંચેથી અને નીચેથી દુર્ગધી વાયુ નીકળે છે. માટે સાધુઓએ ચૈત્યમાં વધુ રહેવું નહીં. અને જો દર્શન માટે જાય તો ત્રણ શ્લોકની ત્રીજી થોય કહે ત્યાં સુધી જ રહેવું. કારણ હોય તો વધુ રહી શકે છે. અહીં “જાવ” શબ્દથી ત્રણ સ્તુતિએ મધ્યમ તથા ઉત્કૃષ્ટ પ્રણિધાન પર્યત દેવવંદન કરે ત્યાં સુધી રહેવાનું કહેલ છે. આમ, ચૈત્યવંદનામાં ત્રણ થાય છે એ વ્યવહારભાષ્યની ગાથાનો અર્થ છે. વ્યવહારભાષ્યની ટીકામાં પણ ત્રણ થોય કહી છે. તે પાઠ :
एषा तनुः स्नापितापि दुरभिगंधप्रस्वेदपरिश्राविणी तथा द्विविधो वायुर्यथोर्ध्वाधो वायुवहोनिर्गम उच्छासनिःश्वासनिर्गमश्च तेन कारणेन
चैत्ये चैत्यायतने साधवो न तिष्ठति अथवा श्रुतस्तवानंतरं तिस्रः स्तुतयः त्रिश्लोकिकाः श्लोकत्रयप्रमाणा यावत्कर्षते तावत्तत्र चैत्यायतने स्थानमनुज्ञातं कारणेन कारणवशात्परेणाप्यवस्थान-मनुज्ञातमिति ॥