________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૧૧૧ ઘુવડને પ્રકાશ ન આપી શકે તેમાં સૂરજનો શું વાંક ? તેમ પૂર્વધરોના ખુલાસા કરેલ પાઠ કોઈની નજરમાં ન આવે તેમાં શાસ્ત્રનો શું વાંક ? જો તટસ્થ દષ્ટિએ વિચાર કરીએ તો પૂર્વોક્ત પાઠમાં પ્રતિક્રમણસમાપ્તિમાં ત્રણ વર્ધમાન થાય કહી તે રીતે ચૈત્યવંદનામાં પણ જાણવી. કારણ કે અખંડ પરંપરાથી – પૂર્વધરના વચન અનુસાર – ચૈત્યવંદનમાં વર્ધમાન ત્રણ થાય કરતાં આવ્યા છીએ. એટલે જ શ્રી સેનસૂરિજી પણ ચૈત્યવંદનામાં વર્ધમાન ત્રણ થાય લખે છે. તે પાઠ :
अथ पं. सत्यसौभाग्यगणिकृतपश्ने चैतदुत्तरं यथा उत्कृष्टचैत्यवंदनविधावुत्तरोत्तरं स्तुतयो वर्णैर्वृद्धा विधीयन्ते न त्वल्पा इति रूढिः सत्यासत्या वेति प्रश्न: ? उत्कृष्टचैत्यवन्दनविधावुत्तरोत्तरं स्तुतयः प्रायो वर्णैर्वृद्धा एव विधेया इति परम्परा वर्त्ततेऽनेन रूढिः सत्यैवावसीयते परम्परामूलं तु नमोऽस्तु वर्द्धमानायेत्यस्याधिकारे ताओ अ थुईओ एगसिलोगादिवड्डति आओ पयअक्खरादिहिं ता सरेण वा वईतेण तिन्नि भाणिऊणमित्याद्यावश्यकचूर्ण्यक्षरदर्शमिति संभाव्यत રૂત્તિ રા.
શ્રી સત્યસૌભાગ્ય ગણીએ તપગચ્છનાયક વિજયસેનસૂરિને પ્રશ્ન પૂછ્યો કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનવિધિમાં એકથી બીજી, બીજીથી ત્રીજી થઇઓ વર્ષે કરીને વધતી કહીએ છીએ, પણ ઓછી કહેતા નથી. એ રૂઢી સત્ય છે કે અસત્ય ? સેનસૂરિજીએ જવાબમાં કહ્યું કે ચૈત્યવંદનાવિધિમાં ઉત્તરોત્તર થઈઓ બહુલતાએ વર્ષે કરીને વૃદ્ધિએ જ કહેવી, એવી પરંપરા છે. તેથી એ રૂઢી સત્ય જણાય છે. પરંપરા મૂળ તો નમોડસ્તુ વર્ધમાનાય એ અધિકારના અવસરે થઇઓ એક શ્લોકાદિક વર્ધમાનપદ અક્ષરાદિક અથવા સ્વરે વર્ધમાન ત્રણ કહીને, એવા આવશ્યકચૂર્ણિના અક્ષર દેખવાથી સંભવે છે.
અહીં પ્રતિક્રમણ સમાપ્તિ ત્રણ થઈ દૃષ્ટાંતે ચૈત્યવંદનામાં વર્ધમાન થઈ કહેવી કહી. અંગચૂલિયાસૂત્રમાં પણ દેવવંદનમાં વર્ધમાનથઇ કહેવી કહી છે. તે પાઠ :