________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર खित्तदेवयाएवि (कीरई?) कीरति अज्झहिओ आव. चू. तथा श्रुतदेवतायाश्चागमे महती प्रतिपत्तिर्दृश्यते तथाहि सुयदेवताए आसायणाए सुतदेवताजीए सुयमहिठियंतीए आसायणा नत्थि आसायणा नत्थि सा अकिंचित्करी वा एवमादि आव. चू. ॥
અર્થ :- આ પાઠથી શ્રી કુલમંડનસૂરિએ પૂર્વધર સાક્ષીથી શ્રુત-ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન લખ્યો, પણ ક્ષેત્રદેવતા વગેરેની થોય તથા વેયાવચ્ચગરાણ વગેરેની ચોથી થાય પૂર્વધર આચરણાએ લખી નથી. તેથી લલિતવિસ્તરામાં ચોથી થોયનો પાઠ છે, તે ગીતાર્થ આચરણાથી સંભવે છે. પ્રવચનસારોદ્ધારમાં તેમ જ કહ્યું છે. તે પાઠ : __ इयं स्तुतिश्चतुर्थी गीतार्थाचरणेनैव क्रियते गीतार्थाचरणं तु मूलगणधरभणितमिव सर्वं विधेयमेव सर्वैरपि मुमुक्षुभिरिति ॥
અર્થ : એ ચોથી થાય ગીતાર્થોની આચરણાથી કરીએ છીએ. અને ગીતાર્થોની આચરણા છે તે મૂળ ગણધરોના કથન કર્યા સમાન સર્વ મોક્ષાર્થીઓને સર્વ કરવા યોગ્ય છે.
આ પાઠમાં ચોથી થાય ગીતાર્થ આચરણાએ કહી છે, પણ ગણધરપૂર્વધર આચરણાએ કહી નથી. જો ગણધર-પૂર્વધર આચરણાથી ચોથી થાય હોત તો શ્રી કુલમંડનસૂરિ શ્રુત ને ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્નની જેમ ચોથી થાયને પણ સિદ્ધ કરત. પણ તેમ કરેલ નથી. આમ નક્કી થાય છે કે ચોથી થોય ગણધર-પૂર્વધરના સમયની નથી.
જે પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થાય ન માને તેને સમજાવવા શ્રી સિદ્ધસેનસૂરિ મૂળ ગણધરના કથન કર્યા સમાન ગીતાર્થ આચરણા કરવી યોગ્ય છે એમ કહી ગીતાર્થ આચરણા સિદ્ધ કરે છે, પણ પૂર્વધરના કથનની સાક્ષી બતાવતાં નથી.
શાસ્ત્રમાં ઉત્કૃષ્ટ ગીતાર્થ પૂર્વધરને કહ્યા છે. જયારે ચોથી થાય જઘન્યગીતાર્થ આચરણાથી છે. કેમ કે શ્રી મહાનિશીથમાં ચૈત્યવંદનાના સૂત્ર ત્રણ થોયના કહ્યા છે, પણ વયાવચ્ચગરાણે એ ચોથી થોયનું સૂત્ર કહેલ નથી. તથા પંચાશકવૃત્તિકારે ચોથી થાય નવીન કહેલ છે. જો ગણધર-પૂર્વધરની