________________
૯૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર આચરણાની ચોથી થાય હોત તો ગીતાર્થ તેને નવીન આચરણા કહેત નહીં. માટે વિચાર કરવો જોઈએ કે ગણધર-પૂર્વધર અને આગમોક્ત આચરણાથી ચાલ્યા આવતાં ત્રણ થોયના સૂત્રનો કે ત્રણ થોયનો નિષેધ કરવાવાળો મિથ્યાત્વનો હેતુ દીર્થસંસાર સિવાય બીજો શું હોઈ શકે ?
પ્રશ્ન :- પૂર્વધરોક્ત આગમમાં જેમ શકતવાદિક ચૈત્યવંદનાના સૂત્ર ત્રણ થાયનાં કહ્યાં, તેમ પૂર્વધર આગમોક્ત તથા પૂર્વાચાર્યોક્ત ત્રણ થાય કયા કયા શાસ્ત્રમાં કહી છે ?
જવાબ:- હે પૂર્ણભદ્ર, પ્રથમ તો “શhસ્થવરૂ વયવં ' આદિ શ્રી મહાનિશીથસૂત્રના વચનથી તથા “રૂ પરિયંમિ થર્ડ' ઇતિ નિર્યુક્તિવચનથી શકસ્તવાદિ ચૈત્યદંડક અનંતર ત્રણ થોય કહેવી પૂર્વધરોના વચનથી સિદ્ધ થાય છે. વળી (૧) વંદનપયન્નો, (૨) કલ્પભાષ્ય, (૩) વ્યવહારભાષ્ય, (૪) કલ્પસામાન્ય ચૂર્ણિ, (૫) કલ્પવિશેષચૂર્ણિ, (૬) કલ્પબૃહભાષ્ય, (૭) આવશ્યકચૂર્ણિ, (૮) આવશ્યકસૂટ, (૯) કલ્પભાષ્યવૃત્તિ, (૧૦) વ્યવહારભાષ્યવૃત્તિ, (૧૧) પંચાશકવૃત્તિ આદિ અનેક શાસ્ત્રોમાં ત્રણ થાયથી ચૈત્યવંદન કરવાનું કહેલ છે.
એ ગ્રંથોની આજ્ઞા ઉલ્લંઘીને આત્મારામજી ત્રણ થોયના ચૈત્યવંદનનો નિષેધ કરીને એકાંતે ચાર થોયની ચૈત્યવંદનાનો ઉપદેશ કરે છે તે મત જૈનશાસ્ત્રથી વિરુદ્ધ છે. જેથી કરીને કોઈપણ જૈને તેમની આ વાત ન માનવી જોઈએ. કદાચ આટલા દિવસ અજાણતાં મનાઈ ગઈ હોય તો ત્રણ કરણ, ત્રણ યોગથી વોસિરાવી દેવી જોઈએ.
કારણ કે (૧) આત્મારામજી જૈનલિંગના વિરોધી (પીળા કપડાં પહેરે છે એટલે), (૨) શત્રુંજયતીર્થના વિરોધી (સૌરાષ્ટ્ર અનાર્ય દેશ છે એવું કહેલ છે એટલે), (૩) જૈનશાસ્ત્રના વિરોધી શુદ્ધશાસ્ત્રીય ત્રણ થોયનો મત હોવા છતાં તેના વિરોધી, (૪) ચતુર્વિધ સંઘના વિરોધી અને (૫) પૂર્વાચાર્યની સામાચારીના વિરોધી છે. આવા વિરોધી ક્યારેય ભવસાગર તરે નહીં. પ્રશ્ન :- આત્મારામજી જૈનલિંગના વિરોધી કેવી રીતે છે ? જવાબ:- મહાવીર ભગવાનના સાધુને સફેદ-માનોપેત-જીર્ણપ્રાય કપડાં