________________
૯૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અર્થ :- આગમવચન વિઘટન પામે નહીં તેવી રીતે ગીતાર્થના વચનનો અર્થ પ્રમાણ કરવો.
ઉપર લખ્યાનો સાર એટલો છે કે જૈનશાસનમાં સર્વ વિદ્વાનો મૂળ શાસ્ત્ર પર આધાર રાખે છે. જૈનશાસનમાં ગણધર-પૂર્વધરકૃત શાસ્ત્રના આધારથી સર્વ આચાર્યો શાસ્ત્રરચના કરે છે અને પૂર્વધર આદિની સાક્ષી વિના જૈનધર્મ ગ્રંથો માન્ય થતાં નથી. પણ તે મુજબ આત્મારામજી વર્તતા નથી. કેમ કે તેઓ ચતુર્થસ્તુતિનિર્ણયના પાના ૧૪ પર લખે છે કે “આવી રીતે ચોથી થોય પણ હરિભદ્રસૂરિના ગ્રંથકરણથી પહેલાંથી પૂર્વધરોની આચરણાથી ચાલતી હતી. કેમ કે હરિભદ્રસૂરિરચિત લલિતવિસ્તરામાં ચોથી થોયનો પાઠ છે”. શ્રી આત્મારામજી આવું લખે છે તે મહામિથ્યાત્વ છે. કારણ કે વિચારામૃતસંગ્રહમાં શ્રી કુલમંડનસૂરિ લખે છે તે પાઠ :
श्रीवीरनिर्वाणाद्वर्षसहस्त्रे पूर्वश्रुतं व्यवच्छिन्नं श्रीहरिभद्रसूरिस्तदनु पंचपंचाशद्वर्षे दिवं प्राप्तः तद्ग्रन्थकरणकालाच्चाचरणायाः पूर्वमेव सम्भवात् श्रुतदेवतादिकायोत्सर्गः पूर्वधरकालेऽपि सम्भवति स्मेति ॥
અર્થ :- શ્રી મહાવીર નિર્વાણ પછી એક હજાર વર્ષ પછી પૂર્વશ્રુતનો વિચ્છેદ થયો. ત્યારબાદ પ૫ વર્ષ વ્યતીત થયા બાદ હરિભદ્રસૂરિ સ્વર્ગ ગયા. તે હરિભદ્રસૂરિના ગ્રંથકરણ પહેલાં જ આચરણા ચાલતી હતી. તે માટે મૃતદેવતા વગેરેના કાઉસ્સગનો સંભવ પૂર્વધરના કાળમાં પણ હતો. તે પાઠ : तथाहि तत्रैव । चाउम्मासियवरिसे, उस्सग्गो खित्तदेवताए अ । पक्खियसिज्जासुराए, करिति चउमासिए वेगे ॥१॥
आव. कायो. निर्यु, चाउम्मासियसंवच्छारिएसु सव्वेवि मूलगुणउत्तरगुणाणं आलोयण दाऊण पडिक्कमंति खित्तदेवताए काउस्सग्गं करिंति केई पुण चाउम्मासिगे सिज्जादेवताए काउस्सग्गं करिति आव. चाउम्मासिए एगो उवस्सग्ग काउस्सग्गे (कीरई) कीरति संवच्छरिए