________________
૮૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર (૬૭) વિધિપ્રપા (ખરતરગચ્છીય જિનપ્રભસૂરિકૃત) : ૪૮
આમાં જે રીતે પ્રતિક્રમણવિધિ સામાયિકવિધિ પોસહ ઉપધાન દેવપૂજા દીક્ષાના વિધાન કહ્યા છે તે મુજબ આત્મારામજી બિલકુલ માનતાં નથી તો પછી આ ગ્રંથને માન્ય કરેલો કેમ ગણાય?
સામાયિક પારતી વેળા સામાઇય વયજુત્તોના બદલે ભયવં દસન્નભદો ગાથા બોલવાનું કહેલ છે. (૬૮) બૃહમ્બરતરગચ્છ સામાચારી (જિનપત્યાદિસૂરિકૃત) : પ૩
આમાં મહાવીરસ્વામીના પાંચના બદલે છ કલ્યાણક કહ્યાં છે. સામાયિક લેતાં કરેમિ ભંતે ત્રણ વાર ઉચ્ચારીને ઇરિયાવહી કરવાનું કહ્યું છે. પ્રતિક્રમણના આદિ-અંતમાં ચૈત્યવંદન દેરાસરમાં કરવાનું કહ્યું છે. પ્રતિક્રમણમાં શાંતિ બોલવાનું વિધાન નથી. વળી, પોસહ પ્રમુખની જે જે સામાચારી છે તે આત્મારામજી માનતા નથી.
(પ્રિય વાચક એટલું વિચારે કે જે ગ્રંથની ઉપર મુજબની વાતો તપાગચ્છને માન્ય ન હોય તે ગ્રંથમાં ચાર થોયનું વિધાન છે અને તે સત્ય છે આવું કંઈ રીતે કહી શકાય? આખો શાસ્ત્રગ્રંથ માન્ય હોય તેના જ પાઠો અપાય...) (૬૯) પ્રતિક્રમણ સૂત્ર કી લઘુવૃત્તિ ઃ (તિલકાચાર્યકૃત) : ૫૪
આમાં ગુરુ સ્થાપનાચાર્યના અભાવે જઘન્ય-મધ્યમ ચૈત્યવંદના કરવાનું કહ્યું છે. “જે અ અઇયા” ગાથાને આગમિક હોવા છતાં અનાગમિક કહી છે. ગુરુના સાંનિધ્યે ઇરિયાવહી પડિક્કમીને ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જયવીયરાય સુધી કહેલ છે. જિનગૃહમાં ઉચિત પ્રવૃત્તિના અર્થે ચોથી થાય કહેલ છે. જયવીયરાયની બે જ ગાથા કહી છે. પડિક્કમણ ઠાવવાનો વિધિ “વાંદણા” દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિય પડિક્કમણ ઠાએમિ ?” એવો બતાવેલ છે. પ્રતિક્રમણમાં શ્રુત કે ક્ષેત્ર દેવતાના કાઉસ્સગ્ગ, થોય કે શાંતિ પ્રમુખ કહેવાનું કહેલ નથી. ઉપર મુજબની આ ગ્રંથની વાતો આત્મારામજી માનતાં નથી અને તે મુજબ કરતાં પણ નથી.