________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૮૩ (૭૦-૭૧) વિધિપ્રપા તથા સામાચારી તિલકાચાર્ય કૃત : પ૯ બંને ગ્રંથો એક જ છે. આમાં સમ્યક્ત-દેશવિરતિ-આરોપણાર્થ નંદીકરણ અવસરનો વિધિ બતાવેલ છે. પ્રથમ ત્રણ થોયથી દેવ વાંદવા. પછી શાંતિનાથ આરાધનાર્થે વંદણવત્તિયાએ કાયોત્સર્ગ કરવો. પછી મૃતદેવી જિનવાણી, શાસનદેવી વગેરે સમસ્ત વૈયાવચ્ચકારક દેવતાઓને જાણ કરવા તેઓની સાક્ષી માટે કાઉસ્સગ કરવો. ચતુર્વિશતિસ્તવ-શ્રુતસ્તવ કાયોત્સર્ગ કરવો. તેના અંતે ત્રણ થોયના બે જોડલા કહેવા. બીજા કાઉસ્સગ્નના અંતમાં ૬ એટલે કે શાંતિનાથ આદિ ચાર થાય અને મૃતદેવી-દ્વાદશાંગીની બે થોય કરવાનું કહ્યું છે. પણ એકાંતે ચાર થોય કહેલ નથી.
પ્રતિક્રમણ ઠાવતાં ખમાસમણ ઇચ્છા. પડિક્કમણે ઠાઉં? ઇચ્છે. ખમા. “સબ્યસ્તવિ રાઇઅ દુઐિતિય દુભાસિઅ દુચ્ચિક્રિ મણિ-વચણ-કાયાઈ મિચ્છા મિ દુક્કડમ”. આવી રીતે પાઠ બોલવાનો કહ્યો છે. તે રાઇ પ્રતિક્રમણના અંતે નમુત્થણંથી પૂર્ણ ચૈત્યવંદના કહેલ છે. તથા દેવસી પ્રતિક્રમણ સમાપ્તિ મંગલ ત્રણ થાયથી કરી શકસ્તવ સ્તોત્ર કહી દુખખઓ કમ્મખઓ કાઉસ્સગ કરી સજઝાય કરવાનું કહેલ છે, પણ દેવસિય પ્રાયશ્ચિત્તનો કાઉસ્સગ્ન કે શાંતિ કહેલ નથી. આત્મારામજી આ પ્રમાણે માનતાં કે કરતાં નથી.
જો આ ગ્રંથના રચયિતા આગમિકગચ્છીય શ્રી તિલકાચાર્ય હોય તો તે તો દેવવંદનમાં ત્રણ થોય જ માને છે.
અને જો ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં થયેલ શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્ય હોય તો તેઓને પ્રતિક્રમણાદિ સામાચારીમાં ઘણો ફરક છે. તે મુજબ સંપૂર્ણ ગ્રંથ માનતાં હોય તો જ એ ગ્રંથ માન્યો કહેવાય. બાકી “પોતાની મનગમતી વાત લખેલ હોય તે માનવી અને અન્ય વાતો લખેલા હોય તે ન માનવી” આવું કરવાથી ગ્રંથ માન્યો કેમ કહેવાય ? (૭૨) પડાવશ્યકવિધિ પૂર્વાચાર્ય કૃત ઃ ૬૨ વર્તમાનકાળથી પૂર્વે થયેલા પૂર્વાચાર્યકૃત આ ગ્રંથ છે. જેમાં રાઈ પ્રતિક્રમણના અંતે તથા દેવસી પ્રતિક્રમણના પ્રારંભે જઘન્ય પ્રકારે ચૈત્યવંદન