________________
૮૧
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
જો નવાંગીટીકાકાર અભયદેવસૂરિની બનાવેલ સામાચારી છે, તો આત્મારામજીએ તે પ્રમાણે જ સામાચારી પાળવી જોઈએ. જો તે ગ્રંથ મુજબની તમામ સામાચારી ન પાળે તો આ ગ્રંથ માન્યો કહેવાય ખરા? આ ગ્રંથમાં શ્રાવકને સામાયિક લેતાં પ્રથમ સામાયિક ઉચ્ચરી પછી ઇરિયાવહી કરવી કહી છે. પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય એટલે કે જઘન્ય પ્રકારે ચૈત્યવંદના કરવાની કહી છે. પ્રતિક્રમણમાં શ્રત અને ક્ષેત્રદેવીના કાયોત્સર્ગ કહ્યા છે, પણ સ્તુતિ અને શાંતિ બોલવાનું કહ્યું નથી. સમ્યક્ત ઉચ્ચરવાને અવસરે જે નંદવિધિ કરવાની હોય છે તેમાં ત્રણ થાયથી દેવવંદના કરી સિદ્ધસ્તવના કરી સિદ્ધસ્તવના અંતે સિરસંતિ ૧ સંતિ ર પવયણ ૩ ભવણ ૪ ક્ષેત્રદેવી પ વેયાવચ્ચગરાદિ કાયોત્સર્ગ થઈ કરવાનું કહેલ છે. આત્મારામજી આ મુજબ વર્તતા કે માનતા નથી.
(૬૩) સામાચારી (દેવસુંદરસૂરિકૃત રચના વિ. સં. ૧૪૨૪), (૬૪) સામાચારી (સોમસુંદરસૂરિકૃત રચના વિ. સં. ૧૪૫૭), (૬૫) સામાચારી (નરેશ્વરસૂરિકૃત) : ૫૭
આમાં યશોદેવસૂરિના શિષ્ય નરેશ્વરસૂરિ સુધર્મતપાગચ્છના નથી.
આ ત્રણે સામાચારીમાં વિધિવિધાન ઉપર મુજબની સામાચારીમાં કહ્યાં છે તે પ્રમાણે છે. આત્મારામજી તે મુજબ માનતાં નથી. (૬૬) પ્રતિક્રમણગર્ભહેતુ (“શ્રી જયચંદસૂરિ વિરચિતમ્) ૩૯
આમાં રાત્રિ પ્રતિક્રમણવિધિમાં સજઝાય કરી રહ્યા પછી ચતુરાદિ ક્ષમાશ્રમણ દેવ-ગુરુ વાંદી, ખમાસમણપૂર્વક રાઇ પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. નમુસ્કુર્ણ પાઠ કરી સંક્ષેપ દેવવંદન કહ્યું છે. બંને આવશ્યકના આદિઅંતમાં મંગલિકના અર્થ ચૈત્યવંદન કહ્યું છે તોપણ પ્રદોષમુખે કાલવેળા પ્રતિબદ્ધપણે કરીને વિસ્તારથી દેવવંદન કરવા સંભવે નહીં એટલે સામાન્ય પ્રકારે દેવવંદન કરવાનું કહ્યું છે.
આયરિય ઉવજઝાયની ત્રણ ગાથા શ્રાવકને કહેવાની કહી છે અને શાંતિ બોલવાનું કહેલ નથી. આ પ્રમાણે આત્મારામજી માનતાં નથી. આ ગ્રંથ ૧૫૦૬માં સોમસુંદરસૂરિના શિષ્ય જયચંદ્રસૂરિકૃત છે.