________________
૪૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર वोच्छिन्नं च चरित्तं वयमाणो भारिया चउरो ॥१॥ जो भणइ नत्थि धम्मो न य सामाइयं न चेव य वयाइं । सो समणसंघबज्झो कायव्वो समणसंघेण ॥२॥ इत्याद्यागमप्रामाण्यान्मार्गानुसारिक्रियाकारिणो भावयतय इति સ્થિતં ૮૨
આ પાઠનો ભાવાર્થ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત સાડા ત્રણસો ગાથાના સ્તવનની ૧૪મી ઢાળની ચોથી ગાથાથી આઠમી ગાથા સુધી કહ્યો છે. તે પાઠ સહિત ભાવાર્થ આ મુજબ છે : માર્ગ સમયની સ્થિતિ, તથા સંવિગ્નબુધની નીતિ, એ દોઈ અનુસાર ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ સા. I૪ો. અર્થ :- ઉપર કહેલા સાત ભેદમાંથી માર્ગાનુસારિણી ક્રિયા નામે પ્રથમ ભેદ વખાણે છે. માર્ગ કે સમયની સ્થિતિ એટલે આગમની મર્યાદા. તે આગમ કોને કહેવાય ? ૩ ૨ - आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं न ब्रूयाद्धेत्वसंभवात् ॥ તે આગમની સ્થિતિ તે ઉત્સર્ગ-અપવાદરૂપ શુદ્ધ સંયમનો ઉપાય, તે માર્ગ કહેવાય. સંવિગ્ન તે મોક્ષાભિલાષી અને બુદ્ધ તે ગીતાર્થ. અહીંયાં બહુ પદ અધિક્ કહીએ. ત્યારે એમ કહેવું કે જે સંવિગ્ન કે બહુગીતાર્થની નીતિ કે જે આચરણક્રિયા તેને પણ માર્ગ કહીએ. એ દોહ મતલબ કે બે અર્થ માર્ગના કહ્યા. તેવા માર્ગને અનુસરતી જે ક્રિયા હોય, આગમની અબાધાએ સંવિગ્નવ્યવહારરૂપ તેને માર્ગાનુસારિણીક્રિયા કહેવાય. આવી ક્રિયા પાળનારને સંસારની બીક ન રહે.
હવે સંવિગ્નગીતાર્થની નીતિ એનો પદચ્છેદ કરવામાં આવે છે.
સંવિગ્ન પદ કહ્યું તે અસંવિગ્નપણું ટાળવા માટે કહ્યું છે. ઘણા અસંવિગ્નોએ મળીને જે આચર્યું હોય તોપણ પ્રમાણ ન થાય.