________________
४६
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર यद् व्यवहारः - जं जीयमसोहिकरं पासत्थपमत्तसंजयाइहिं । बहूएहिं वि आयरियं न पमाणं सुद्धचरणाणं ॥१॥
અહીંયાં બહુગીતાર્થ પદ મૂક્યું તેનું કારણ એ જ કે એક ગીતાર્થે આચર્યું હોય તે કદાચિત્, અનાભોગે અનવબોધ આદિ કારણે વિપરીતપણે આચર્યું હોય તો તે પણ પ્રમાણ ન થાય. તે માટે બહુગીતાર્થ પદ મૂક્યું. તે બહુ ગીતાર્થ જે આચરે તે અવિતથ હોય. અહીં કોઈ પ્રશ્ન કરે કે આગમમાર્ગ કહેવો તે તો યુક્ત છે, પણ બહુજનાચરણ કહેવું યુક્ત નથી. કારણ કે ઘણા લોકોએ તો લૌકિકમાર્ગ આચર્યો હોય. માટે આગમ તે તો પ્રમાણ, પણ ઘણા લોકોનું આચરણ પ્રમાણ નહીં. વળી આગમ તે જયેષ્ઠ છે. અને બહુજનઆચરણ તે અનુયેષ્ઠ છે. અને લૌકિકમાં પણ જયેઠને મૂકી અનુજઇનું પૂજન યુક્ત નથી. તેમજ આગમને તો કેવલી પણ અપ્રમાણ ન કરે. યત: - अहो सुओ चउत्तो सुअनाणी जइवि गिण्हइ । असुद्धं तं केवलि वि भुंजई अपमाणं सुअंभवे इहरा ॥१॥
આમ, આગમ છતાં આચરણાને પ્રમાણ કરીએ તો આગમની લઘુતા થાય. હવે ગુરુ ઉત્તર કહે છે : જે સંવિગ્ન ગીતાર્થ છે તે આગમની અપેક્ષા વિના આચરે જ નહીં. તે શું આચરે અને શું ન આચરે તે જુઓ.
યત: – दोसा तेण निरुज्झन्ति जेण खिज्जंति पुव्वकम्माइं । सो सो मुक्खोवाओ रोगावत्थासु समणं च ॥१॥
આમ આવાં આગમવચન સંભારી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષાદિક ઉચિત જોઈ સંયમને વૃદ્ધિકાર જ આચરે. તેને બીજા સંવિગ્ન ગીતાર્થ પણ અંગીકાર કરે. તેને માર્ગ કહેવાય. અને બીજા બહુ લોકોએ આચર્યું હોય તે તો અસંવિગ્ન, અગીતાર્થ માટે અપ્રમાણ છે. આચરણાને પ્રમાણ કરતાં આગમ