________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના ઉપરના પ્રશ્નોનો ઉપર મુજબ જવાબ આપી રાજેન્દ્રસૂરિજીએ આત્મારામજીને પૂછવા પાંચ પ્રશ્નો લખ્યા ત્યારે પાનાચંદ હકમચંદે કહ્યું કે આ પ્રશ્ન નીચે તમારી સહી કરો. ત્યારે રાજેન્દ્રસૂરિએ કહ્યું કે આત્મારામજી સહી કરશે તો હું કરીશ. પાનાચંદે કહ્યું કે અમે તેમની સહી કરાવી લઈશું. ત્યારબાદ રાજેન્દ્રસૂરિજીએ સહી કરી વિવેકસાગરજી સાથે આત્મારામજી પાસે મોકલ્યા.
પણ આત્મારામજી પાસે પ્રશ્નોના જવાબ આપવાની શક્તિ ન હોવાથી સહી ન કરી અને મોઢે જવાબ આપ્યો કે આ તો ખોટું લખ્યું છે. હું સહી કરતો નથી. ત્યારે વિવેકસાગરજીએ કહ્યું કે તમો સહી ન કરો તો કાગળ પાછો આપો. તે કાગળ લઈને વિવેકસાગરજીએ રાજેન્દ્રસૂરિજીને કાગળ પાછો આપ્યો. તેમાં નીચે મુજબ પાંચ પ્રશ્નો હતા.
(૧) જૈનતજ્વાદર્શમાં દેરાસરમાં ત્રણ થાય કરવી લખી છે, તે કેવી રીતે છે ? શું મુદ્દો છે ? (૨) સદાય રંગેલાં કપડાં પહેરવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે ? (૩) કરેમિ ભંતે પહેલી કે પાછળ ઇરિયાવહિયા, તે કેવી રીતે ? (૪) નવીન આચાર્ય અને પ્રાચીન આચાર્ય કોને કહેવાય ? (પ) વ્યાખ્યાન આપતાં મુહપત્તિ કાને બાંધવી કે નહીં ?
ઉપર લખેલાં પ્રશ્નો બીજા દિવસે રાજેન્દ્રસૂરિજીએ પોતાના શિષ્ય ધનવિજય સાથે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને મોકલાવીને કહેવરાવ્યું કે “આ પ્રશ્નો તમારા તરફથી આત્મારામજી પાસે મોકલાવી ખુલાસો લાવી આપો.” પ્રેમાભાઈ શેઠે તે પ્રશ્નો આત્મારામજીને મોકલાવ્યા. આત્મારામજી પાસે તેનો જવાબ આપવાની શક્તિ ન હોવાથી તે પ્રશ્નોના જવાબ આપ્યા વિના બારોબાર પાંજરાપોળમાં મોકલાવી દીધા.
ત્યાં હાજર મુનિરાજ ધનવિજયજીએ કહ્યું કે જ્યાંથી લાવ્યા હો ત્યાં આ કાગળ મોકલાવો. આત્મારામજીએ જવાબ આપ્યા વિનાના પ્રશ્નોનો કાગળ નગરશેઠ પ્રેમાભાઈને ત્યાં મોકલાવ્યો. પ્રેમાભાઈએ એ કાગળ