________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના રાજેન્દ્રસૂરિજીને મોકલાવી દીધો. ત્યારબાદ અમદાવાદમાં ચર્ચા ચાલી કે આત્મારામજીના પ્રશ્નોનો જવાબ રાજેન્દ્રસૂરિજીએ ખુલાસાબંધ આપ્યો, પણ રાજેન્દ્રસૂરિજીના પ્રશ્નોના જવાબ આત્મારામજી આપી શક્યા નહીં.
આવી ચર્ચાથી પોતાનું માન ભ્રષ્ટ થતું જાણી અમદાવાદ સમાચાર પત્રમાં તેમણે ચર્ચાપત્ર છપાવ્યું. તેમાં ઉપર બનેલી હકીકત છુપાવી તેને જુઠી પાડવા નીચે મુજબ અંધાધૂંધ ખોટું છપાવ્યું.
રાજેન્દ્રસૂરિજી અહીંયાં ચોમાસું રહ્યા છે તે ત્રણ થોય કરવાનું કહે છે. તેથી કેટલાક શ્રાવકો મળીને તેમનો ખુલાસો લેવા ગયા. તે બાબતમાં રાજેન્દ્રસૂરિજીને પૂછ્યું કે આપે થોયની બાબતમાં સૂત્ર પંચાંગીના અનુસાર મુનિ આત્મારામજીની સાથે સભામાં બેસી ચર્ચા કરો. ત્યારે તેઓએ કહ્યું કે અમારે સભામાં બેસી ચર્ચા કરવી નથી. વળી તે બાદ રાજેન્દ્રસૂરિએ મનકલ્પિત પ્રશ્નો લખી મુનિ વિવેકસાગરજી સાથે આત્મારામજી પાસે મોકલાવેલ. તેમાં ભૂલો હતી તેથી આત્મારામજીએ જવાબ આપેલ નથી. પણ રાજેન્દ્રસૂરિજીનું કહેવું સત્ય હોય તો સભા કરવાની અને વ્યવસ્થા કરશું. આ ખબર અમને આઠ દિવસમાં આપવી.”
આવું ખોટું વાંચીને પાંજરાપોળના શેઠ જયસિંહભાઈ તથા હઠીસિહજીની ધર્મશાળામાં બેસનાર શ્રાવકોએ તેનો જવાબ છાપામાં નીચે મુજબ છપાવ્યો.
ધનવિજયજીએ જેવી રીતે આત્મારામજીના પ્રશ્નના જવાબ આપ્યા તેવી રીતે રાજેન્દ્રસૂરિજીના મોકલાવેલા પ્રશ્નોના જવાબ આત્મારામજીએ આપવા હતા. જો પ્રશ્નોમાં હસ્ય, દીર્ઘની ભૂલો હતી તો તે સુધારી, ભૂલ કાઢી, જવાબ આપવા હતા. પણ તેવી મુદ્દાની ભૂલ નહોતી, પણ જો ખરા જવાબ આપે તો પોતાનું જ્ઞાન જણાઈ આવે તેમ હતું. અથવા ભૂલોના ખુલાસા લખવા હતા. પણ તે લખ્યા સિવાય મનકલ્પિત રીતે આડે રસ્તે જે વિચાર બતાવ્યા છે તે વિદ્વાનોનું લક્ષણ ન કહેવાય.
વળી પંચાંગી અનુસાર ચર્ચા કરવાની રાજેન્દ્રસૂરિએ ના પાડી તે વાત પણ “આંખમાં રજકણ ઘૂસવાની જગ્યા નહીં અને આખું સાંબેલું પેસાડવું તેના જેવી વાત છે. વિજય રાજેન્દ્રસૂરિએ સભાની બિલકુલ ના કહી નથી,